Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

31st Celebration : MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, Addl. CP, DCP, ACP સહિત 4500 પો. જવાન ખડેપગે

અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
31st celebration   md ડ્રગ્સ સાથે એકની ધરપકડ  addl  cp  dcp  acp સહિત 4500 પો  જવાન ખડેપગે
Advertisement
  1. 31st Celebration દરમિયાન અમદાવાદમાં ડ્રગ્સ સાથે એકની ધરપકડ
  2. અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપ્યો
  3. સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને સફળતા
  4. 5 એડિ. પોલીસ કમિશનર, 13 DCP, 24 ACP સહિત અધિકારીઓ તૈનાત

31st Celebration : આજે અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતભરમાં નવા વર્ષનાં વધામણા કરવા માટે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત માહોલમાં ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ તંત્ર (Ahmedabad Police) દ્વારા વિવિધ સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન, અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે, સિંધુભવન રોડ ખાતે વાહનો રોકી તપાસ કરાઈ રહી છે. શહેરની સુરક્ષા માટે જવાનો ખડપગે છે.

આ પણ વાંચો - Ahmedabad : 31 st ડિસે.ની ઉજવણીમાં યુવતીઓની સુરક્ષાને લઈ મહિલા પોલીસ વિભાગ એક્શનમાં

Advertisement

સિંધુ ભવન રોડ પર MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપ્યો

અમદાવાદમાં લોકો હાલ 31 st ની ઉજવણીમાં (31st Celebration) વ્યસ્ત છે. ત્યારે શહેર પોલીસ લોકોની સુરક્ષામાં ખડેપગે રહી ફરજ બજાવી રહી છે. લોકો સુરક્ષિત માહોલમાં નવા વર્ષનાં વધામણા કરી શકે તે માટે પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ સ્થળે સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. દરમિયાન, માહિતી છે કે અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી છે. ટ્રાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસે પોલીસે શખ્સને MD ડ્રગ્સ સાથે ઝડપ્યો છે. આરોપીની ઓળખ જયદીપ પરમાર તરીકે થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!

5 એડિ. પોલીસ કમિશનર, DCP, ACP સહિતનાં અધિકારીઓ, જવાનો ખડેપગે

જણાવી દઈએ કે, 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ SG હાઈવે, સિંધુ ભવન રોડ (Sindhu Bhawan Road) સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. શંકાસ્પદ જણાતા વાહનચાલકોને રોકી તપાસ કરાઈ છે. માહિતી અનુસાર, પકવાન ક્રોસિંગ અને સિંધુભવન રોડ પર પોલીસ કમિશ્નર મુલાકાત લેવા છે. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 5 એડિશનલ પોલીસ કમિશનર, 13 DCP, 24 ACP, 115 PI, 225 PSI, 4500 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ, એસઆરપી કંપની-02, 3100 હોમગાર્ડ સુરક્ષા માટે ખડેપગે છે. શહેરનાં 145 નાકા પોઇન્ટ ચેકિંગ હાથ ધરાઈ છે. સુરક્ષા બંદોબસ્તમાં 9 ક્યુઆરટી, 203 બ્રેથ એનલાઇઝર, 34 ક્રેઇન, 29 સ્પીડ ગન, 93 પીસીઆર વાન, 4 બીડીડીએસ, 2573 બોડી વોર્ન કેમેરા અને 78 હોક બાઇકનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો - Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી

Tags :
Advertisement

.

×