અમદાવાદમાં ગરીબોના સ્વાંગમાં ગાંજો ઘૂસાડતાં 7 ઝડપાયા
શહેરમાં ફરી એક વાર ડ્રગ્સનો કારોબાર ઝડપથી વધી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. શહેર એસઓજીએ એક ડ્રગ્સ સાથે યુવતીને પકડ્યા બાદ હવે ગરીબોનો સ્વાંગ રચી ગાંજાનો મોટો જથ્થો અમદાવાદમાં લાવનાર સાત લોકોને ઝડપી લીધા છે.અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમે અમદાવાદમાં થતી ગાંજાની ધુસણખોરી ઝડપી પાડી છે.તમીલનાડુથી અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશને પહોંચીને રીક્ષામાં ન્યુ ક્લોથ માર્કેટ પાસેથી પસ
Advertisement
શહેરમાં ફરી એક વાર ડ્રગ્સનો કારોબાર ઝડપથી વધી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. શહેર એસઓજીએ એક ડ્રગ્સ સાથે યુવતીને પકડ્યા બાદ હવે ગરીબોનો સ્વાંગ રચી ગાંજાનો મોટો જથ્થો અમદાવાદમાં લાવનાર સાત લોકોને ઝડપી લીધા છે.
અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમે અમદાવાદમાં થતી ગાંજાની ધુસણખોરી ઝડપી પાડી છે.તમીલનાડુથી અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશને પહોંચીને રીક્ષામાં ન્યુ ક્લોથ માર્કેટ પાસેથી પસાર થતા સમયે 3 મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરાઈ છે. આરોપીઓ ગરીબ હોવાનો સ્વાંગ રચી બાદમાં મુસાફરો સાથે રહેલો સામાન લઈ તેમાં ગાંજો લઈ અમદાવાદ આવ્યા હતા અને પોલીસે ઝડપી પાડયા હતા.
પકડાયેલા આરોપીઓમાં મોહમદ ફારૂક શેખ, મુરૂગન સુબ્રમણ્યમ અને તેની પત્ની સોલૈયા માલ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ ખ્રિસ્તી, શેલવી નાયડુ અને પૂજા ગોયલ છે. આરોપીમાં ફારૂક શેખ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ અમદાવાદના છે..આ આરોપીઓ 3.96 લાખનો 39 કિલો 600 ગ્રામ ગાંજો વિશાખાપટ્ટનમના કાકીનાળાની ટ્રેનમાં આ જથ્થો લાવ્યા હતા અને ગાંજાના વેચાણ માટે પ્રખ્યાત એવા સેટેલાઇટના રામદેવનગર અને ગુલબાઈટેકરા ખાતે પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે.
આ ગુનામાં હજુય ત્રણ આરોપીઓ વોન્ટેડ છે, જે અમદાવાદમાં રહીને આ ગાંજો છૂટક વેચાણ કરવાના હોવાનું સામે આવ્યું છે.


