70th Filmfare Awards in Ahmedabad : ફિલ્મફેર કાર્યક્રમને કારણે આજે શહેરમાં અનેક રસ્તા બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
- અમદાવાદમાં Filmfare Awards 2025નું આયોજન
- કાંકરિયા એકા અનેરા ક્લબ ટ્રાન્સ્ટેડિયા ખાતે ફિલ્મ ફેરનું આયોજન
- કાંકરિયા રોડ આજથી 2 દિવસ રહેશે બંધ
- આજ બપોર 3 વાગ્યાથી રસ્તો થશે બંધ
- રાયપુર ચાર રસ્તાથી લઈને કાંકરિયા ગેટનંબર 3 સુધી રસ્તો રહેશે બંધ
- અનુવ્રત સર્કલથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો રહેશે બંધ
- બપોર 12 વાગ્યા પછી AMTS 35 રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યા
70th Filmfare Awards in Ahmedabad : આજે બોલિવૂડના 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા EKA Arena (ટ્રાન્સસ્ટેડિયા ક્લબ) માં થવા જઈ રહ્યું છે. આ હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને, શહેર પોલીસે કાંકરિયા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને VIP મૂવમેન્ટ સરળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ડાયવર્ઝન અને પ્રતિબંધો લાગુ કર્યા છે. શહેરીજનો માટે આ પ્રતિબંધોની વિગતવાર માહિતી જાણવી અનિવાર્ય છે.
Filmfare Awards નું સ્થળ અને ટ્રાફિક પ્રતિબંધનો સમય
અમદાવાદમાં આયોજિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સ (70th Filmfare Awards) નો મુખ્ય સમારોહ કાંકરિયા સ્થિત EKA Arena (ટ્રાન્સસ્ટેડિયા ક્લબ) ખાતે યોજાશે. આ કાર્યક્રમને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને વાહનવ્યવહારની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાફિક પોલીસે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, મુખ્ય પ્રતિબંધો આજ, 11 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 3 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે, અન્ય આનુષંગિક પ્રતિબંધો અને ડાયવર્ઝન સવારથી જ શરૂ થઈ ગયા છે.
કયા રસ્તાઓ સંપૂર્ણપણે બંધ રહેશે?
સમારોહ સ્થળની આસપાસના કેટલાક મુખ્ય માર્ગોને સુરક્ષાના કારણોસર વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ (પ્રતિબંધિત) જાહેર કરવામાં આવ્યા છે.
બંધ રહેનાર મુખ્ય માર્ગો:
- રાયપુર ચાર રસ્તાથી કાંકરિયા ગેટ નંબર ૩ સુધીનો રસ્તો: આ મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે.
- અનુવ્રત સર્કલથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો: આ માર્ગ પર પણ વાહનોની અવરજવર અટકાવવામાં આવશે.
- રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી રોડ: આ માર્ગને પણ પ્રતિબંધિત માર્ગોમાં સામેલ કરવામાં આવ્યો છે.
- વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ
- કાંકરિયા ગેટ નં. ૩થી ફૂટબોલ ગ્રાઉન્ડ જવાનો માર્ગ
નો-પાર્કિંગ ઝોન:
તંત્ર દ્વારા આ તમામ પ્રતિબંધિત માર્ગો પર વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેનું કડકપણે પાલન કરવું પડશે. જોકે, નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા કેટલાક વૈકલ્પિક માર્ગો ચાલુ રાખવામાં આવ્યા છે. જેમા વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરાનો રસ્તો ચાલુ રહેશે. વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈને રાયપુર જઈ શકાશે. પારસી અગિયારીથી ફૂટબોલ ગ્રાઉન્ડનો રસ્તો વાહનવ્યવહાર માટે ચાલુ રહેશે. આ સિવાય અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ તરફ જઈ શકાશે.
અમદાવાદમાં Filmfare Awards કાર્યક્રમના કારણે AMTS બસ રૂટમાં મોટો ફેરફાર
અમદાવાદની લાઇફલાઇન ગણાતી AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) ની બસ સેવા પર આ પ્રતિબંધોની સીધી અસર જોવા મળી છે. શહેરના 28 રૂટ પર દોડતી કુલ 183 બસોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ બસો આજે બપોરે 12 વાગ્યાથી વૈકલ્પિક માર્ગો પર દોડશે, જેથી મુસાફરોને ઓછી હાલાકીનો સામનો કરવો પડે.
કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓ માટે બંધ
ફિલ્મફેર એવોર્ડ્સના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર જનતા માટે કાંકરિયા લેકફ્રન્ટને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કાંકરિયા પરિસર આજે સહેલાણીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. ઝૂ, કિડ્સ સિટી કે અન્ય મનોરંજન પ્રવૃત્તિઓનો લાભ લેવા આવતા મુલાકાતીઓને આ અંગે ખાસ નોંધ લેવા વિનંતી છે.
આ પણ વાંચો : મહાભારત ફેમ Aayush Shah સાથે છેતરપિંડી? કોર્ટે 15 આરોપીઓને નોટિસ જાહેર કરી


