Ahmedabad : અમદાવાદમાં વર્ષો જૂનું 4 માળનું જર્જરિત બિલ્ડિંગ થયું ધરાશાયી
- Ahmedabad વસ્ત્રાપુરમાં 4 માળની જર્જરિત ઈમારત ધરાશાયી
- પ્રેમચંદનગર રોડ પર શગુન-2 નામની જર્જરિત ઈમારત પડી
- ઈમારતને તોડવાની કામગીરી દરમિયાન જ બની દુર્ઘટના
- બાજુનાં એપાર્ટમેન્ટ પર પડ્યો કાટમાળ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Ahmedabad : અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર વિસ્તારમાં (Vastrapur) આવેલ 4 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે. પ્રેમચંદનગર રોડ (Premchandnagar Road) પર વર્ષો જૂનું 4 માળનું શગુન-2 નામનું જર્જરિત બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસની ઈમારતોને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે. બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ કરાતા ધરાશાયી થયું હોવાની માહિતી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - Ahmedabad : દુબઈનાં સસ્તા ટૂર પેકેજની લાલચ આપી, રૂપિયા લઈ ઓફિસે તાળું મારી સંચાલક ફરાર!
Ahmedabad વસ્ત્રાપુરમાં 4 માળની જર્જરિત ઈમારત ધરાશાયી
અમદાવાદનાં (Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમચંદનગર રોડ (Premchandnagar Road) પર આવેલ શગુન-2 નામની જર્જરિત ઈમારત આજે સાંજે પડી હતી. ઇમારત પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શગુન-2 બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બિલ્ડિંગ ધસી પડી હતી. અગાઉ કોર્પોરેશન દ્વારા અનેક વખત જર્જરિત બિલ્ડિંગ હોવાની નોટિસ અપાઈ હતી.
આ પણ વાંચો - Rahul Gandhi : રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરવા કવાયત, રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત!
બાજુનાં એપાર્ટમેન્ટ પર ઈમારતનો કાટમાળ પડતા નુકસાન!
માહિતી મુજબ, શગુન-1 અને 2 બિલ્ડિંગનું (Shagun-2) રિડેવલપમેન્ટ કરવાનું હતું. આથી, બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન, 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જો કે, બિલ્ડિંગ પડી જતાં બાજુંમાં આવેલ ગુરુકૃપા બિલ્ડિંગમાં કાટમાળ પડ્યો હતો, જેથી બીજા માળે આવેલ એપાર્ટમેન્ટમાં નુકસાન થયું છે. જો કે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - Bharuch : Gujarat First નું Reality Check, લાખોની પાણીની ટાંકી ખાલીખમ, ધૂળ ખાતા ફાયર સેફ્ટીનાં સાધનો!


