Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નારણપુરામાં દાગીના અને રોકડની ચીલઝડપ કરનાર ઝડપાયો

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ નારણપુરામાં મીરાઅંબિકા સ્કૂલ પાસે ગઈકાલે થયેલી ચીલઝડપ મામલે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોટાભાગનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. જોકે ઓનલાઈન લુડો રમવાની ટેવ ના કારણે તેણે આ ચીલઝડપ કરી હોવાનું સામે આવ્યું...
ahmedabad    નારણપુરામાં દાગીના અને રોકડની ચીલઝડપ કરનાર ઝડપાયો
Advertisement

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ

નારણપુરામાં મીરાઅંબિકા સ્કૂલ પાસે ગઈકાલે થયેલી ચીલઝડપ મામલે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોટાભાગનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. જોકે ઓનલાઈન લુડો રમવાની ટેવ ના કારણે તેણે આ ચીલઝડપ કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ મુદ્દામાલમાંથી પણ 50000 રૂપિયા તે લુડોમાં હારી ચૂક્યો હોવાની કબુલાત આરોપીએ કરી.આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસ દરમિયાન સામે આવ્યો છે, જેને લઇ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે..

Advertisement

10,73,000 ના સોનાના દાગીના અને રોકડની ચીલ ઝડપ કરી હતી

Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાહીલ સલીમભાઈ મન્સૂરી છે નામના આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ ખમાસા ચાર રસ્તા પાસેથી કરી છે. રાહીલે ગઈકાલે સવારે 10,73,000 ના સોનાના દાગીના અને રોકડની ચીલ ઝડપ કરી હતી. એટલે કે બેંકના લોકરમાં દાગીના મુકવા જઈ રહેલી મહિલા પાસેથી તેણે પડાવી લીધા હતા. તપાસ કરતા પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેના આધારે આરોપીનો પીછો કરતા ખમાસા ચાર રસ્તા પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો અને 10,58,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઓનલાઇન લુડો રમવાની લત

ઝડપાયેલ આરોપી રાહીલ મન્સૂરીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન લુડો રમતો હતો જે માટે ઘણી મોટી રકમ હારી ગયો છે અને તે માટે આ ચીલ ઝડપ કરી હતી, સાથે જ ચીલ ઝડપ કર્યા બાદ પણ 50000 રૂપિયા તેમાંથી હારી ગયો છે. સાથે જ આરોપીની તપાસ કરતા અગાઉ વાહનચોરી અને ચેન સ્નેચિંગ જેવા સાત ગુનાઓ તેની વિરુદ્ધ નોંધાયેલા છે. જેથી પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે..

અગાઉ પણ તે ગુના કરી ચૂક્યો છે

આરોપીને પૂછપરછ માં હકીકત સામે આવી કે, ઓનલાઇન લુડો રમતા રમતા ઘણા રૂપિયા હારી ચૂક્યો છે. જોકે તેની આ ટેવ પૂરી કરવા અગાઉ પણ તે ગુના કરી ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.આરોપીની પૂછપરછમાં અન્ય કોઈ ગુનાની કબુલાત કે હકીકત સામે આવે છે કે કેમ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...

આ પણ વાંચો---AHMEDABAD : નિકોલમાં વેપારીએ લેણદારોના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત

Tags :
Advertisement

.

×