Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર 9 વર્ષની ઉંમરનો બાળક રુબિકસ ક્યુબથી બનાવે છે પ્રમુખસ્વામી મહારાજનું પેઇન્ટિંગ

હૃદય વિશાલભાઈ પટેલની ઉમર માત્ર 9.5 વર્ષ છે. હૈદરાબાદમાં રહેતા મૂળ ગુજરાતી પરિવારનો બાળક હૃદય, રુબિક ક્યુબ સોલ્વ કરવામાં માસ્ટર છે. કોરોનાને કારણે આવેલા લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને હૃદય ક્યુબ સોલ્વ કરવાનું શીખ્યો અને ધીમે ધીમે રુબિકસ ક્યુબ સોલ્વ કરવામાં એક્સપર્ટ બની ગયો. હૃદયને પેઈન્ટિંગ્સ કરવા પણ બહુ ગમે છે એટલે એમના મમ્મીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ નિમિતે રુબિકàª
માત્ર 9 વર્ષની ઉંમરનો બાળક રુબિકસ ક્યુબથી બનાવે છે પ્રમુખસ્વામી મહારાજનું પેઇન્ટિંગ
Advertisement
હૃદય વિશાલભાઈ પટેલની ઉમર માત્ર 9.5 વર્ષ છે. હૈદરાબાદમાં રહેતા મૂળ ગુજરાતી પરિવારનો બાળક હૃદય, રુબિક ક્યુબ સોલ્વ કરવામાં માસ્ટર છે. કોરોનાને કારણે આવેલા લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને હૃદય ક્યુબ સોલ્વ કરવાનું શીખ્યો અને ધીમે ધીમે રુબિકસ ક્યુબ સોલ્વ કરવામાં એક્સપર્ટ બની ગયો. હૃદયને પેઈન્ટિંગ્સ કરવા પણ બહુ ગમે છે એટલે એમના મમ્મીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ નિમિતે રુબિકસ ક્યુબ તેમજ પેઇન્ટિંગ બંનેનું સંયોજન કરીને ક્યૂબમાંથી જ પ્રમુખસ્વામી મહારાજનું પેઇન્ટિંગ તૈયાર કરવાનો આઈડિયા આપ્યો. હૃદય મમ્મીના વિચારને વાસ્તવિકતામાં ફેરવવા માટે કામે લાગી ગયો.
હૃદયે 306 રુબિકસ ક્યુબના ઉપયોગ દ્વારા 3.25 *3.25 ફૂટ સાઈઝનું પ્રમુખસ્વામી મહારાજનું પેઇન્ટિંગ તૈયાર કરવાનું શરુ કર્યું. ચિત્ર બનાવવા માટે સૌ પ્રથમ બધાજ 306 ક્યુબ્સને સોલ્વ કરીને એને પેઈન્ટિંગ્સ માટેની યોગ્ય ડિઝાઇનમાં લાવવા પડે અને પછી તેને ફ્રેમમાં ગોઠવવા પડે. આ કામ કરતા શરૂઆતમાં હૃદયને 6 કલાક જેવો સમય લાગતો પણ હવે માત્ર 4 કલાકમાં એ પેઈન્ટિંગ્સ તૈયાર કરી લે છે. આટલી નાની ઉંમરે આવી અદભુત કલા જોઈને લોકો આફરીન પોકારી ઉઠે છે. હૈદરાબાદમાં તા.11 માર્ચથી 19 માર્ચ સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી થવાની છે જેમાં હૃદય પટેલ 11 ફૂટ સાઈઝનું રુબિકસ ક્યૂબમાંથી પ્રમુખસ્વામી મહારાજનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરશે.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલ બાળનગરીના ટેલેન્ટ મંચ પરથી હૃદય રુબિકસ ક્યુબ દ્વારા પ્રમુખસ્વામી મહારાજનું પેઇન્ટિંગ બનાવવા ઉપરાંત પોતાની બીજી એક ટેલેન્ટ પણ પ્રદર્શિત કરે છે જે જોઈને લોકો 'વાહ' 'વાહ' પોકારી ઉઠે છે. ટેલેન્ટ મંચ પરથી હજારો લોકોની હાજરીમાં હૃદય પટેલ જુદા જુદા આકારના 11 ક્યુબ્સ માત્ર બે મિનિટમાં જ સોલ્વ કરે છે. સૌને આશ્વર્ય પમાડે એવી વાત એ છે કે ક્યુબ સોલ્વ કરતી વખતે હૃદયની આંખો પર પટ્ટો બાંધેલો હોય છે અને કારિકા (સંસ્કૃત શ્લોક)નું પાઠ પણ કરે છે.
ક્યુબ સોલ્વ કરવાની બાબતમા હૃદય પટેલે કેટલાક રેકોર્ડ્સ પણ પ્રસ્થાપિત કર્યા  છે. 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં હૃદયના નામે રુબિકસ ક્યુબ સોલ્વ કરવાનો એક વિશિષ્ટ રેકોર્ડ છે. માત્ર 1 મિનિટમાં 10 ક્યુબ સોલ્વ કરે છે અને એ પણ પ.પૂ.મહંતસ્વામી મહારાજે લખેલા સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક બોલતા બોલતા. ક્યુબ પણ સોલ્વ કરવાના અને શ્લોક પણ બોલવાના આમ મગજ પાસે એકસાથે બે કામ કરાવવા ખુબ મુશ્કેલ છે પરંતુ હૃદય સરળતાથી બંને કામ સાથે કરે છે. મહંતસ્વામી મહારાજે લખેલ સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્લોક પણ હૃદયને કંઠસ્થ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા રુબિકસ ક્યુબ સોલ્વ કરવાનો એક વૈશ્વિક રેકોર્ડ્સ 214 બાળકોના ગ્રુપના નામે  છે.
વિશ્વભરના આ 214 બાળકો પૈકીનો એક હૃદય પટેલ પણ છે.  હૃદયે રુબિકસ ક્યુબ્સ સોલ્વ કરવાના કરેલા રેકોર્ડ્સ વિષે જ્યારે મહંતસ્વામી મહારાજને સમાચાર મળ્યા ત્યારે મહંતસ્વામી મહારાજે એક ક્યુબ મંગાવીને જાતે સોલ્વ કર્યું અને પ્રસાદી તરીકે હૃદયને મોકલાવ્યું અને આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. હદયને તૈયાર કરવામાં તેના શિક્ષક કુંજન ગાડા અને મેન્ટર તરીકે જીગર તલસાણીયા યોગદાન આપ્યું છે.  હૃદય પટેલના પિતા વિશાલભાઈ પટેલ હૈદરાબાદ બીએપીએસના સનિષ્ઠ કાર્યકર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×