Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સગીરા પ્રેગ્નેટ થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદ (Ahmedabad) શહેરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જ્યાં સગીર યુવક અને યુવતી બંને એક કાપડની ફેક્ટરીમાં કામ કરતા હતા અને તે  દરમિયાન સંપર્કમાં આવ્યા હતા ...બને વચ્ચેના પ્રેમ સબધના કારણે સગીરાને ગર્ભ રહી જતા સગીરાની માતાને જાણ થતા સમગ્ર મામલો માધવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે...માધવપુરામાં 15 વર્ષની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી માધવપુરા વિસ્àª
માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો  સગીરા પ્રેગ્નેટ થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
Advertisement
અમદાવાદ (Ahmedabad) શહેરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જ્યાં સગીર યુવક અને યુવતી બંને એક કાપડની ફેક્ટરીમાં કામ કરતા હતા અને તે  દરમિયાન સંપર્કમાં આવ્યા હતા ...બને વચ્ચેના પ્રેમ સબધના કારણે સગીરાને ગર્ભ રહી જતા સગીરાની માતાને જાણ થતા સમગ્ર મામલો માધવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે...
માધવપુરામાં 15 વર્ષની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી માધવપુરા વિસ્તારમાં આવેલ એક રેડીમેન્ટ કાપડની ફેક્ટરીમાં કામ કરે છે અને તે દરમિયાન તેનો સંપર્ક થોડા મહિના પહેલા એક 16 વર્ષના સગીર સાથે થયો હતો બંને પહેલા વાતચીત શરૂ કરી હતી અને પછી બંને એકબીજાના નજીક આવ્યા હતા અને અલગ અલગ સમયે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જોકે આ સગીરા ના ઘરે આ વાતની કોઈને જાણ શુદ્ધતા નહોતી પરંતુ થોડા મહિના પછી આ સગીરા પ્રેગ્નેન્ટ થતાં સગીરાના માતાને સમગ્ર બાબતની જાણ થઈ હતી અને આ સગીરાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા સમગ્ર હકીકત તેને માતાને જણાવી હતી... જેને લઈને સમગ્ર મામલો માધવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સગીરાની માતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષના આરોપી સગીર સામે પોસ્કો એકટ (POSCO Act) હેઠળ  ફરિયાદ નોંધાવી છે.
Tags :
Advertisement

.

×