પાંચ વર્ષમાં સૌથી વધુ ૨૪૨ ફાયર કોલ અટેન્ડ કર્યાનો સર્જાયો રેકોર્ડ
અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે આ વર્ષના ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ફાયર કોલ એટેન્ડ કરીને સૌથી વધુ આગના બનાવો સામે ત્વરિત રિસ્પોન્સની કામગીરીનો રેકોર્ડ નોંધાવ્યો છે. ચાલુ વર્ષે જયારે સમગ્ર રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં ભીષણ ગરમી અને આગ લાગવાના બનાવોની સ્થિતિ હતી ત્યારે અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રસ્ત હતા. શહેરીકરણ તેમજ શહેરીજનો દ્વારા તેમની ઓફિસો અને ઘરોà
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે આ વર્ષના ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ફાયર કોલ એટેન્ડ કરીને સૌથી વધુ આગના બનાવો સામે ત્વરિત રિસ્પોન્સની કામગીરીનો રેકોર્ડ નોંધાવ્યો છે.
ચાલુ વર્ષે જયારે સમગ્ર રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં ભીષણ ગરમી અને આગ લાગવાના બનાવોની સ્થિતિ હતી ત્યારે અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રસ્ત હતા. શહેરીકરણ તેમજ શહેરીજનો દ્વારા તેમની ઓફિસો અને ઘરોને ઠંડુ કરવા એસીના ઉપયોગના લીધે દર વર્ષે કાર્બન એમિશન અને ગ્લોબલ વોર્મિંગના લીધે શહેરોમાં આગની ઘટનાઓમાં વધારો થયો જોવા મળી રહ્યો છે.
AFESનાડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા સાથે રૂબરૂ મુલાકાત દરમ્યાન મળેલ માહિતી મુજબ એપ્રિલ-2022માં અમદાવાદ શહેરમાં નોંધાયેલી આગની સંખ્યા છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ હતી. લેટેસ્ટ આંકડાઓ અનુસાર વર્ષ 1981થી 2010 વચ્ચે એપ્રિલમાં અમદાવાદ શહેરનું સૌથી વધુ સરેરાશ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલું છે. શહેરમાં આખા મહિનામાં માત્ર એક જ વાર મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ આંકડાઓ શહેરમાં નોંધાયેલા વિક્રમજનક આગના બનાવોની સાક્ષી પૂરે છે.
અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (AFES)ને એપ્રિલ-2022માં કુલ 242 ફાયર કોલ મળ્યા હતા, જે છેલ્લાં 5 વર્ષમાં એપ્રિલ મહિનામાં વિભાગને મળેલા સૌથી વધુ કોલ છે.
અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષમાં મળેલા કુલ ફાયર કોલ
2018-19: 2,287
2019-20: 1,950
2020-21: 1,907
2021-22: 1,928
આંકડાઓ દર્શાવે છે કે કોવિડ મહામારીના બે વર્ષ દરમિયાન લોકડાઉનના લીધે ફાયર કોલ્સ ઘટી ગયા હતા, પરંતુ વર્ષ 2021-22માં આગના બનાવો અને ફાયર કોલ્સમાં ફરીથી વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં એપ્રિલ 2018માં આગની 222 ઘટનાઓ નોંધાઈ હતી, જે એપ્રિલ 2019માં વધીને 235 થઈ ગઈ હતી. એપ્રિલ 2020માં જ્યારે લોકડાઉન હતું, ત્યારે આ સંખ્યા ઘટીને 143 થઈ ગઈ હતી. એપ્રિલ 2021માં બીજા કોવિડ વેવ દરમિયાન આંશિક લોકડાઉન હોવા છતાં ઘટનાઓ વધીને 182 થઈ ગઈ હતી. આ વર્ષે વસ્તુઓ સામાન્ય થતાં એપ્રિલમાં 242 ફાયર કૉલ્સ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જે મોટાભાગની ઓફિસો અને ઘરોમાં ચોવીસ કલાક વીજળીથી ચાલતી કૂલિંગ એપ્લિકેશનની આગને લગતી હતી. આ વર્ષે એપ્રિલમાં નોંધાયેલી આગની ઘટનાઓની સંખ્યા કોવિડ મહામારી પહેલા નોંધાયેલી આગની સંખ્યા કરતા ઘણી વધારે છે.
AFES દ્વારા ગત મે મહિનાના એક પખવાડિયામાં 181 ફાયર કોલ એટેન્ડ કર્યા છે. દરરોજ ઓછામાં ઓછી 4થી 5 આગની ઘટનાઓનો સામનો કરનારા ફાયર અધિકારીઓ કહે છે કે મે 2022 માં આગની ઘટનાઓની કુલ સંખ્યા 300ને વટાવી જવાની સંભાવના છે.રાજ્ય સરકાર દ્વારા પણ ફાયર સ્થિતિનો તાગ મેળવીને અમદાવાદ ફાયર વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા બે દિવસ અગાઉ જ રૂ. 12.47 કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ માટેનાં સાધનો વસાવવામાં આવ્યાં


