Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેજલપુરમાં ઘરમાંથી મળી મહિલાની લાશ, ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતા..

વેજલપુરમાં શ્રીનદનગર વિભાગ 2માં ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળાના ભાગે ઇજાના નિશાન મળતા, પોલીસે હત્યા થઈ હોવાનું અનુમાન લાગાવી આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.શહેરના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં 22 જુલાઈએ સાંજે શ્રીનદનગર સોસાયટી વિભાગ 2માં એન-104 નંબરના મકાનમાંથી અચાનક દુર્ગંધ આવવાની શરૂઆત થઈ હતી. જેને લઈને ફ્લેટમાં રહેતા આસપાસના લોકો અને મૃતક મહિલાના બહેન ઘરમાં પ્રવેશ્યા તà«
વેજલપુરમાં ઘરમાંથી મળી મહિલાની લાશ  ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતા
Advertisement
વેજલપુરમાં શ્રીનદનગર વિભાગ 2માં ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળાના ભાગે ઇજાના નિશાન મળતા, પોલીસે હત્યા થઈ હોવાનું અનુમાન લાગાવી આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.
શહેરના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં 22 જુલાઈએ સાંજે શ્રીનદનગર સોસાયટી વિભાગ 2માં એન-104 નંબરના મકાનમાંથી અચાનક દુર્ગંધ આવવાની શરૂઆત થઈ હતી. જેને લઈને ફ્લેટમાં રહેતા આસપાસના લોકો અને મૃતક મહિલાના બહેન ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતા, મનીષા દુધેલાની લોહીથી લથપથ લાશ હતી. જે બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પહોંચી ડેડ બોડીને પી.એમ માટે વી.એસ હોસ્પિટલમાં મોકલી હતી.
2014માં મનીષા દુધેલાના લગ્ન રાધાકૃષ્ણ સાથે થયા હતા. પણ લગ્નના એક વર્ષ બાદ બંને વચ્ચે અણબનાવ થતા એકલવાયું જીવન જીવતા હતા. પોલીસે ડેડેબોડીને પી.એમ માટે મોકલતા મનીષા દુધેલાને ગાળામાં અને શરીરના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. ત્યારે ચુપચાપ હત્યા કરીને કોણ જતું રહ્યું તેને લઈને વેજલપુર પોલિસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×