ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aava Water Plant : બૉટલોમાં પાણી ભરીને વેચતી કંપનીના પાર્કિંગમાં પડેલી બિનવારસી ટ્રકમાંથી મળ્યો વિદેશી દારૂ

Aava Water પેકેજ પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આ વિષય સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
05:32 PM Mar 26, 2025 IST | Bankim Patel
Aava Water પેકેજ પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આ વિષય સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Aava_Water_Plant_Ahmedabad_Airport_Police_Station_Gujarat_First

Aava Water Plant : અમદાવાદમાં આર્મીના કેન્ટિન સ્ટોર ડિપાર્ટમેન્ટ (CSD Depot Ahmedabad) પાસે સાબરમતી નદીના કિનારે આવેલા આવા વૉટર પ્લાન્ટ (Aava Water Plant) ના પાર્કિંગમાંથી પોલીસને વિદેશી દારૂ મળ્યો છે. વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી 107 બૉટલ-ટીન એરપોર્ટ પોલીસ (Airport Police) ને બિનવારસી હાથ લાગ્યા છે. Aava Water ના કમ્પાઉન્ડમાં આવેલા પાર્કિંગમાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપીની શોધખોળ આરંભી છે. Aava Water પેકેજ પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આ વિષય સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

એરપોર્ટ પોલીસને શું બાતમી મળી ?

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ પૂનમભાઈને ગત સોમવારે સવારે 6.30 કલાકે એક બાતમી મળે છે. Aava Water Plant ના પાર્કિગમાં એક આઈસર જેવી લાલ કલરની ગાડીમાં જાહેર રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલોક ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) નો જથ્થો પડ્યો છે તેવી માહિતી આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. પંચોને સાથે લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ના કર્મચારી હાંસોલ ચાર રસ્તા ખાતેથી નવ ગાડીમાં રવાના થાય છે અને સ્થળ પર પહોંચે છે. Aava Water Plant ના પાર્કિંગ પ્લોટમાં મહારાષ્ટ્ર પાસિંગની તાડપતરી બાંધેલી એક ટ્રકમાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૂ અને બીયરના ટીનનો જથ્થો મળી આવે છે. For Sale in Maharashtra લખેલી જુદીજુદી બ્રાન્ડની દારૂની બૉટલો-ટીન કુલ 107 (કિંમત 38 હજાર) મળી આવે છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પંચોની હાજરીમાં બિનવારસી હાલતમાં પડેલી ટ્રકમાંથી દારૂ જપ્ત કરી અજાણ્યા શખ્સ સામે પોલીસ ચોપડે ગુનો નોંધે છે.

આ પણ વાંચો - લૂંટ કેસમાં PI એ ફરિયાદ લેવાની ના પાડી, પોલીસ કંટ્રોલ રૂમનો આદેશ થતાં Zero FIR નોંધાઈ

ટ્રકનો ચાલક મળે તો સવાલના જવાબો મળે

Aava Water Plant ના ગોડાઉનના પાર્કિંગમાંથી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવવાની ઘટનાએ પોલીસને માથું ખંજવાળતા કરી દીધી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ આવા વૉટર કંપની (Aava Water Company) પાસેથી ટ્રાન્સપોર્ટમાં વપરાતા તમામ વાહનોની માહિતી માગી છે. બિનવારસી મળી આવેલી ટ્રકમાં અગાઉ પણ વિદેશી દારૂની ગુજરાતમાં ખેપ મારવામાં આવી છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ટ્રકમાં રહેલો દારૂનો જથ્થો કોણ લાવ્યું હતું અને અમદાવાદમાં કોને આપવાનો હતો ? તે સવાલના જવાબ ટ્રકનો ચાલક મળી આવે તે પછી જ પોલીસ જાણી શકે તેમ છે.

આ પણ વાંચો - 2 કરોડના લૂંટ કેસમાં પૂરવ પટેલ DCP Ravindra Patel ના સંપર્કમાં આવ્યો, શેરબજારની લાલચ ભારે પડી

Aava Water Plant ના પાર્કિંગમાં દારૂ કેવી રીતે આવ્યો ?

Aava Water Plant ના પાર્કિંગમાં ત્રણેક દિવસથી બિનવારસી પડી રહેલી ટ્રકમાંથી દારૂ મળવાની ઘટનાએ સદર બજાર અને કેન્ટોનમેન્ટ એરિયામાં ચર્ચા જગાવી છે. આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાં ડિફેન્સનો દારૂ અને બુટલેગરો તરફથી મંગાવાતો વિદેશી દારૂ વેચાય છે તે જગ જાહેર છે. Aava Water Plant જે સ્થળે આવ્યો છે ત્યાં દિવસ દરમિયાન પણ ખૂબ ઓછી અવરજવર રહે છે. વિદેશી દારૂના કટિંગ માટે આ વિસ્તાર બુટલેગરો માટે હૉટ ફેવરિટ હોવાનું સ્થાનિક રહિશોમાં ચર્ચાઈ રહ્યું છે. વિદેશી દારૂ મળી આવવાની ઘટના બાદ સાબરમતી નદી કિનારે આવેલો Aava Water Plant સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો - Visavadar by Elections : વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખીયા જંગ ખેલાશે!

Tags :
Aava Water CompanyAava Water PlantAirport Police StationBankim PatelCSD Depot AhmedabadFor Sale in MaharashtraGujarat FirstIMFL
Next Article