ધંધુકા-બગોદરા હાઈ-વે પર અકસ્માતમાં એક પરિવારના 5 સભ્યોના મોત
ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) બે બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. તમામ મૃતકો ધંધુકાના ઝિઝર ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ઘટનાની જાણ થતાં ફેદરા 108 ઘટના સ્થળે પહોંચી હતી.બનાવની જાણ થતાં પોલીસ (Police) પણ ઘટના સ્થળે દોડી જઇ મૃતકોના પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ટ્રકચાલક વિરુદ્ધ અક
Advertisement
ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) બે બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. તમામ મૃતકો ધંધુકાના ઝિઝર ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ઘટનાની જાણ થતાં ફેદરા 108 ઘટના સ્થળે પહોંચી હતી.
બનાવની જાણ થતાં પોલીસ (Police) પણ ઘટના સ્થળે દોડી જઇ મૃતકોના પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.


