Ahmedabad : કાલુપુર બ્રિજ પરની 10 દુકાન એક સાથે ધરાશાયી, અફરાતફરીનો માહોલ!
- Ahmedabad નાં કાલુપુર બ્રિજ પરની એક સાથે 10 દુકાન ધરાશાયી
- રેલવે સ્ટેશન તરફનાં હિસ્સાની દુકાનો એક સાથે તૂટી પડી
- ફાયરની વિવિધ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી
- કાલુપુર બ્રિજ પરની દુકાનનાં રિ-ડેવલમેન્ટની ચાલી રહી છે વાતો
Ahmedabad : અમદાવાદનાં કાલુપુર બ્રિજ (Kalupur Bridge) પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રેલવે સ્ટેશન તરફનાં હિસ્સાની એક સાથે 10 દુકાન અચાનક તૂટી પડી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સદનસીબે હાલ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. કાલુપુર બ્રિજ નજીકની દુકાનનાં રિ-ડેવલમેન્ટની વાતો પણ ચાલી રહી છે.
આ પણ વાંચો - Rajkot : જયરાજસિંહ જાડેજા પાટીદારોને અન્યાય કરે છે : જગદીશ સાતોડિયા
અમદાવાદના કાલુપુર બ્રિજ પરની 10 દુકાન ધરાશાયી
રેલવે સ્ટેશન તરફના હિસ્સાની દુકાનો તૂટી પડી
ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી
કાલુપુર બ્રિજ પરના દુકાનના રી ડેવલમેન્ટની ચાલી રહી છે વાતો
છેલ્લા કેટલાક સમયથી આ દુકાનો થઈ છે જર્જરિત #Gujarat #Ahmedabad #KalupurBridge #RailwayStation… pic.twitter.com/edLk8RMz64— Gujarat First (@GujaratFirst) October 8, 2025
Ahmedabad નાં કાલુપુર બ્રિજ પરની 10 દુકાન એક સાથે ધરાશાયી
ગુજરાતનાં સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીનો એક અમદાવાદનો કાલુપુર વિસ્તાર, જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. કાલુપુર વિસ્તાર અમદાવાદની ઓળખ સમા સૌથી જૂનો અને જાણીતો વિસ્તાર છે. અહીં, જૂનાં વિવિધ માર્કેટ અને અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) આવેલા છે. જો કે, દરરોજ લોકોથી ધમધમતા આ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. કાલુપુર બ્રિજ (Kalupur Bridge) પાસે રેલવે સ્ટેશન તરફનાં હિસ્સામાં આવેલ 10 દુકાન એક સાથે તૂટી પડી છે.
આ પણ વાંચો - Junagadh : ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત!
જર્જરિત દુકાનનાં રિ-ડેવલમેન્ટની ચાલી રહી છે વાતો
માહિતી અનુસાર, કાલુપુર બ્રિજ પરની 10 દુકાન જર્જરિત અવસ્થામાં હોવાથી તૂટી પડી છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી પરંતુ, એક સાથે 10 દુકાનો ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગ (Fire Department) અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, ઘણા સમયથી કાલુપુર બ્રિજ પરની દુકાનનાં રિ-ડેવલમેન્ટની વાતો પણ ચાલી રહી છે પરંતુ, અત્યાર સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી.
આ પણ વાંચો - Gujarat: પનીર ચીલીમાં વંદો નીકળતા નડિયાદ કોર્પોરેશને હોટલ સીલ કરી


