Ahmedabad : સિવિલ મેડિસિટી ખાતે 17 મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ યોજાઈ
- સિવિલ મેડિસિટી ખાતે 17 મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ યોજાઈ (Ahmedabad)
- દેશ-વિદેશનાં ખ્યાતનામ ડોક્ટર્સે કરી 18 દર્દીઓની જટિલ સર્જરી
- રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને વેગ આપવામાં આવા ઉપક્રમ મહત્ત્વપૂર્ણ
Ahmedabad નાં આંગણે આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ મેડિસિટી (Civil Medicity) આજે આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માપદંડો અને સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરનાં લીધે મેડિકલ ટુરિઝમનું હબ બની રહી છે, જેના પરિણામે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
એ જ દિશામાં સિવિલ મેડિસિટીમાં 17 મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ (17th Indo-American Bladder Atrophy Workshop) યોજાઈ હતી. 7 દિવસીય વર્કશોપમાં પેશાબની કોથળીની જન્મજાત ખામી ધરાવતા બાળકોની મદદ માટે અમેરિકા, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ, કેન્યા, ઇજિપ્ત, રશિયા જેવા દેશોમાંથી બાળરોગ અને યુરોલોજી નિષ્ણાતો સિવિલ મેડિસિટીમાં એકત્રિત થયા હતા. વર્ષ 2009 થી યોજાઈ રહેલી આ વર્કશોપમાં દેશ-વિદેશમાંથી દર્દીઓ અને આરોગ્ય નિષ્ણાતો ભાગ લેવા આવે છે.
આ પણ વાંચો - Bharuch : પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવા મામલે રેસ્ટોરન્ટ સામે મોટી કાર્યવાહી
વર્કશોપમાં 171 બાળકોની તપાસ કરવામાં આવી
આ વર્ષે યોજાઈ રહેલી 17 મી વર્કશોપમાં નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો તથા ગુજરાત સહિત ભારતનાં 12 રાજ્યોમાંથી આવેલા કુલ 171 દર્દીઓની બ્લેડર એસ્ટ્રોફીની ખામીની તપાસ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ પણ છે કે, આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી અંદાજિત 7 થી 8 કલાક ચાલતી હોય છે. આમ, લગભગ 171 જેટલા બાળકોની આ વર્કશોપમાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા 18 બાળકોની બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવ્યા હતા.
આ વર્કશોપમાં (Ahmedabad) વિવિધ સર્જન્સ, એનેસ્થેટિસ્ટ્સ, ફિઝિયોથેરાપિસ્ટ્સ, રેસીડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ ટીમ, રિસર્ચ ટીમ, સેવાભાવી સંસ્થાઓ અને નિરીક્ષણ સર્જનો સહિતના સભ્યોએ ભાગ લીધો હતો. દર્દીઓએ તેમના પરિવારો સાથે તપાસ, પરામર્શ અને સારવારના હેતુસર ભાગ લીધો હતો. સિવિલ હોસ્પિટલનાં સુપ્રીન્ટેન્ડટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, વર્કશોપમાં પ્રથમ બે દિવસ દર્દીઓની તપાસ, સઘન ફોલોઅપ અને ચર્ચા-સંવાદનાં સેશન યોજાયા હતા. બાકીનાં 5 દિવસ દરમિયાન લાંબી જટિલ રિ-કન્સ્ટ્રક્ટિવ શસ્ત્રક્રિયાઓ પાર પાડવામાં આવી હતી, જેમાં મૂત્રાશયની એસ્ટ્રોફી/એપિસ્પેડિયાસ ધરાવતા બાળકોની જરૂરિયાત અનુસાર સારવાર અથવા ઓપરેશન કરવામાં આવનાર આવ્યા હતા.
આ પણ વાંચો - Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો
5 દિવસમાં દરરોજ વિવિધ પ્રકારની 3 પડકારજનક સર્જરીઓ પૂર્ણ કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્કશોપનાં છેલ્લા 5 દિવસમાં દરરોજ વિવિધ પ્રકારની 3 પડકારજનક સર્જરીઓ પૂર્ણ કરવામાં આવી હતી. 4 આંતરરાષ્ટ્રીય દર્દીઓમાં નેપાળનાં (Nepal) 1 અને બાંગ્લાદેશનાં 3 દર્દીઓનો ઉપસ્થિત રહ્યા હતા. આ તદ્દન નવીન પ્રકારનાં વર્કશોપ ઉપક્રમમાં લાઈવ સર્જરીઝને કોન્ફરન્સ રૂમમાં જીવંત ચર્ચા સાથે પ્રસારિત કરવામાં આવે છે, જે ભાગ લેનાર બધા જ સર્જનો માટે એક ખૂબ જ મદદરૂપ ઉપક્રમ સાબિત થાય છે. નર્સિંગ ટીમ તમામ જટિલ સર્જરીઓ માટે જરૂરી પ્રી અને પોસ્ટ ઓપરેટિવ સંભાળની ખાતરી કરે છે, જ્યારે સંશોધન ટીમ અને સ્વયંસેવકો દર્દીઓના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને તેમની પાસેથી મહત્ત્વપૂર્ણ ડેટા એકત્ર કરીને તેમના મનોબળને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.
વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી સાબિત થયો
સૌના સહિયારા પ્રયાસ થકી યોજાનાર આ વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી સાબિત થયો હતો. વિશ્વભરનાં દર્દીઓને વિનામૂલ્યે મૂત્રાશયની એક્સ્ટ્રોફીની સર્વશ્રેષ્ઠ સારવાર પૂરો પાડનાર આ વર્કશોપ ખરાં અર્થમાં આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો તથા રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને વેગ આપવામાં આવા ઉપક્રમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવું સિવિલ ઓથોરિટીએ (Ahmedabad) જણાવ્યું છે.
અહેવાલ : સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો - Himmatnagar : આવી ધાંધલી! Parle નાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ અંગે ગ્રાહકે કર્યો ચોંકાવનારો દાવો


