Ahmedabad : Rakhial-Bapunagar માં પોલીસ સામે દાદાગીરી કરવા મામલે 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
- Ahmedabad માં અસામાજિક તત્વો દ્વારા આતંકનો મામલો
- બાપુનગરમાંથી ઝડપાયેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
- ત્રણેય આરોપીનાં 24 ડિસેમ્બર સુધીનાં કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ-બાપુનગર વિસ્તારમાં આવેલા ગરીબનગર ચાર રસ્તા નજીક આતંક મચાવવા મામલે ઝડપાયેલા 4 પૈકી 3 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીનાં 24 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસ દ્વારા આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. આ કેસમાં હાલ પણ અન્ય આરોપી ફરાર હોવાની દલીલ પોલીસે કોર્ટમાં કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad માં લુખ્ખા તત્વોના તળિયા તૂટ્યા બાદ હવે નળિયા તૂટ્યાં!
ઝડપાયેલા 4 પૈકી ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયાં
અમદાવાદમાં (Ahmedabad) રખિયાલ-બાપુનગર (Rakhial-Bapunagar) વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા નજીક કેટલાક અસમાજિક તત્વો દ્વારા જાહેર માર્ગ પર હથિયારો સાથે આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરી આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે, અન્ય બે આરોપી હાલ પણ ફરાર છે. ઝડપાયેલા 4 પૈકી 3 આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ પણ વાંચો - Junagadhમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે BJPના ધારાસભ્યે બાંયો ચડાવી
આરોપીઓનાં 24 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર
પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે આરોપીઓનાં 24 ડિસેમ્બર સુધી એટલે કે 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસે કોર્ટમાં આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. પોલીસે (Ahmedabad Police) કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં આરોપીઓનાં અન્ય સાથીદાર અને આરોપી ફરાર છે, આથી પૂરપરછની જરૂર છે. આ સાથે પોલીસે હથિયાર કબજે કરવાનાં બાકી હોવાની પણ કોર્ટમાં દલીલ કરી હતી. પોલીસે આરોપી ફસલ શેખ, મહેફૂઝ અને અલ્તાફ મિયાંને કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ પણ વાંચો - Gandhinagar : આવતીકાલે 1.85 લાખ ઉમેદવાર આપશે State Tax Inspector ની પરીક્ષા, વાંચો વિગત