ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : અંગ ફેલ્યોરથી મૃત્યુની રાહ જોતા 4 લોકોને અંગદાન થકી જીવનદાન

દેશ માટે શહીદી વહોરનાર લાખો સ્વતંત્રતા સેનાનીઓ અને દેશનાં વીર જવાનોની શહીદીને સલામ કરવામાં આવશે.
11:21 PM Aug 14, 2025 IST | Vipul Sen
દેશ માટે શહીદી વહોરનાર લાખો સ્વતંત્રતા સેનાનીઓ અને દેશનાં વીર જવાનોની શહીદીને સલામ કરવામાં આવશે.
Ahmedabad_Gujarat_first main 2
  1. મધ્યપ્રદેશનાં મૃતક ગુલસિંહ દાવરના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી પરિવારજનોએ માનવતા દાખવી (Ahmedabad)
  2. સ્વતંત્રતા દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં 205 મું અંગદાન થયું : હૃદય, એક લીવર, બે કીડનીનું દાન મળ્યું
  3. અત્યારસુધી 180 લીવર, 374 કીડની, 14 સ્વાદુપિંડ, 66 હ્રદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા, 142 ચક્ષુ, 22 ચામડીનું દાન મળ્યું

આવતીકાલે દેશભરમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેશ માટે શહીદી વહોરનાર લાખો સ્વતંત્રતા સેનાનીઓ અને દેશનાં વીર જવાનોની શહીદીને સલામ કરવામાં આવશે. દરમિયાન, સ્વતંત્રતા દિવસ પૂર્વે મધ્યપ્રદેશના ગુલસિંહ દાવરના અંગદાન થકી તેમના પરિવારજનોએ જીવનદાન અને દેશભક્તિનો નવો અર્થ આપણ સૌને આપ્યો છે.

આ પણ વાંચો - ganesh chaturthi: ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ,ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગ ઓન ડિમાન્ડ

ઇન્દોર નજીક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં Ahmedabad સિવિલ હોસ્પિ. લવાયા

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશનાં ઇન્દોર નજીક કાંટી ધારનાં વતની એવા ગુલસિંહ દાવરને ઇન્દોર નજીક રોડ અક્સ્માત થતા માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા પ્રથમ મધ્યપ્રદેશમાં મહુ જિલ્લા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજગઢની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તારીખ 11.08.2025 ના રોજ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 48 કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ 13.08.25 ના રોજ ડોક્ટરોએ ગુલસિંહને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમનાં ડોક્ટર જીનેન પંડ્યા દ્વારા ગુલસિંહના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પત્ની તેમ જ ભાઇઓએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

આ પણ વાંચો - સુરતમાં બોગસ દસ્તાવેજનો ખેલ : નકલી હિન્દુ બનનારની SOGએ કરી ધરપકડ

આજદીન સુધીમાં કુલ 205 અંગદાન થયા : સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ ઊમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદીન સુધીમાં કુલ 205 અંગદાન થયા છે, જેના દ્વારા કુલ 674 અંગોનું દાન મળ્યું છે. જે થકી 655 લોકોને નવજીવન પ્રદાન થયું છે. ગુલસિંહના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 180 લીવર, 374 કીડની, 14 સ્વાદુપિંડ, 66 હ્રદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા, 142 ચક્ષુ તથા 22 ચામડીનું દાન મળ્યુ છે. ગુલસિંહના અંગદાનથી મળેલ એક લીવર, બે કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે ગુલસિંહના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુ.એન. મેહતા હોસ્પિટલનાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડો. જોશીએ જણાવ્યું હતું.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Gondal Lok Mela : સંતો, મહંતો, રાજકીય આગેવાનોના હસ્તે ગોંડલ લોકમેળો ખુલ્લો મુકાયો

Tags :
AhmedabadCivil HospitalDr Rakesh Joshigujaratfirst newsGulsingh DawarIndependence Day 2025Madhya Pradeshorgan donationTop Gujarati NewsUN Mehta Hospital
Next Article