71 વર્ષીય સ્વિમર અરુણ રાવલ યુવાનોને શરમાવે તેવું કરે છે સ્વિમિંગ
Ahmedabad : અમદાવાદ ત્રાગડ વિસ્તારમાં રહેતા અરુણભાઈ રાવલ (Arunbhai Raval) જેઓ એક સિનિયર સિટીઝન છે, તે 71 વર્ષની ઉંમરમાં યુવાનોને શરમાવે તેવું સ્વિમિંગ કરે છે. તેઓ સ્વિમિંગમાં ચેમ્પિયન છે અને આજે પણ તેમની દિનચર્યા અને આ ઉંમરે પણ સ્વિમિંગ પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુશાસન દરેક યુવાનો માટે પ્રેરણાદાયી છે.
સ્વિમિંગમાં સ્ટેટ અને નેશનલ લેવલે જીત્યા મેડલ
અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતા વડિલ અરુણભાઈ રાવલ આમ તો સિનિયર સિટીઝન છે, પરંતુ નાનપણથી સ્વિમિંગ શરૂ કર્યું અને અત્યાર સુધીમાં 85 મેડલ મેળવી ચુક્યા છે. અરુણભાઈ રાવલે 60 વર્ષની કેટેગરીની સ્પર્ધામાં ચોથા ક્રમાંકે આવી 71 વર્ષીય યુવાન વિજેતા થયા છે. તેઓ અત્યાર સુધીમાં સ્વિમિંગમાં સ્ટેટ અને નેશનલ લેવલે 50 ગોલ્ડ મેડલ 20 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ મેળવી ચુક્યા છે. ત્રાગડ કૌટિલ્ય 99 સોસાયટીમાં રહેતા અરુણભાઈ રાવલ કહે છે કે, સ્વિમિંગ છે તો મારું જીવન છે. સ્વિમિંગથી મને ઘણી જ સ્ફૂર્તિ મળે છે અને સ્વિમિંગ દરેક લોકોએ કરવું જોઈએ. અત્યાર સુધીમાં અરુણભાઈ રાવલે 500 લોકોને તો સ્વિમિંગ કરતા શીખવાડ્યું પણ છે અને તેમાંથી ઘણા ખરા લોકો ખેલાડીઓ પણ બન્યા છે અને તે ખેલાડીઓ આજે પણ તેમને યાદ કરે છે. 20 વર્ષની ઉંમરે અરુણ રાવલ અમદાવાદમાં આવ્યા હતા અને 1971,72 એએમસી દ્વારા યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમવાર જોડાયા હતા.
યુવાનો માટે પ્રેરણાદાયી
2004 થી તો તેઓ સતત સ્વિમિંગ સ્પર્ધામાં જોડાયા છે. આ 71 વર્ષીય યુવાન અરુણભાઈ રાવલ આજે પણ સિનિયર સિટીઝનની દરેક સ્પર્ધામાં ભાગ લે છે અને આજે પણ દરરોજ સવાર સાંજ 2 કલાક સ્વિમિંગમાં સમય વિતાવે છે અને આ તેમનો નિત્ય ક્રમ છે. સ્વિમિંગમાં બટરફ્લાય, ફ્રી સ્ટાઇલ અને બ્રેસ્ટ સ્ટોકમાં સ્વિમિંગની કેટેગરીમાં ફાસ્ટ સ્વિમિંગ કરે છે. સ્વિમિંગથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને શરીશ માટે સ્વિમિંગ ખૂબ અદભુત કસરત છે, તેવું લોકોને આ 71 વર્ષીય યુવાન સતત સમજાવે છે. આજે પણ ભાગ દોઢ ભરી જીવન શૈલીમાં અરુણભાઈ રાવલ અનેક યુવાનો માટે પ્રેરણાદાયી છે.
અહેવાલ - સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ
આ પણ વાંચો: Ahmedabad: શહેરના હિમાલયા મોલમાં લાગી આગ, ચોથા માળે શોર્ટ સર્કિટ


