Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : મેમનગરમાં બેફામ કારચાલકે 6-5 વાહનો અડફેટે લીધા, વૃદ્ધ સહિત 2 ઘવાયા

કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
ahmedabad   મેમનગરમાં બેફામ કારચાલકે 6 5 વાહનો અડફેટે લીધા  વૃદ્ધ સહિત 2 ઘવાયા
Advertisement
  1. Ahmedabad નાં મેમનગરમાં બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો
  2. પૂરઝડપે આવતા કારચાલકે 5-6 વાહનોને અડફેટે લીધા હતા
  3. 2 રાહદારી, 3 ટુ વ્હીલર અને 3 કારને મારી હતી ટક્કર
  4. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અમદાવાદનાં (Ahmedabad) મેમનગર વિસ્તારમાં બેફામ કારચાલકે 5-6 વાહનોને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. પોલીસે કારચાલકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : AMC નાં નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ બંચ્છાનિધી પાની એક્શન મોડમાં!

Advertisement

બેફામ કારચાલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા

અમદાવાદનાં (Ahmedabad) મેમનગર વિસ્તારમાં ગોઝારા અકસ્માતની (Car Accident in Memnagar) ઘટના બની છે. બેફામ આવતા કારચાલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા હતા. કારચાલકે 2 રાહદારી, 3 ટુ વ્હીલર અને 3 કારને ટક્કર મારી હોવાની પ્રાથમિક માહિતી છે. અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, જેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 50 વર્ષીય મહિલા અને 70 વર્ષીય વૃદ્ધ હોવાનું હાલ જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Surat : 30 લક્ઝરી કાર સાથે સીનસપાટા કરતા વિદ્યાર્થીઓ મામલે આચાર્યનો ખુલાસો, વાંચો શું કહ્યું ?

કારચાલક દારૂમાં નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ

કારચાલક દારૂમાં નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, કારચાલકની ઓળખ ચિંતન પરીખ તરીકે થઈ છે. જ્યારે જે કારથી અકસ્માત સર્જ્યો તે કારનાં માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું ખુલ્યું છે. પોલીસે CCTV ફૂટેજ અને આરોપીએ નશો કર્યો હતો કે કેમ ? તે માટે બ્લડ સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો - Nadiad Case : ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

.

×