Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે 94 હજારની ઓનલાઈન છેતરપિંડી થતા હડકંપ મચ્યો

અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે 94 હજાર રુપિયા જેટલી ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) થઈ છે. વાંચો વિગતવાર.
ahmedabad   અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે 94 હજારની ઓનલાઈન છેતરપિંડી થતા હડકંપ મચ્યો
Advertisement
  • અમદાવાદમાં ફેમીલી કોર્ટના જજ સાથે Online Fraud
  • પૈસા રિફંડ કરાવવાના બહાને 94 હજારની ઓનલાઈન છેતરપીંડી
  • ઓનલાઈન મંગાવેલ ડ્રેસ પ્રમાણે એક ડ્રેસ ઓછો આવતા કસ્ટમર કેરમાં કર્યો હતો કોલ
  • ફેક કસ્ટમર કેર સેન્ટરમાં કોલ થઈ જતાં છેતરપિંડીનો ભોગ બન્યા
  • રિફંડ લેવા માટે UPI ID ઉપર પેમેન્ટની પ્રોસેસ કરવાનું કહી આરોપીએ પૈસા ઉપાડી લીધા

Ahmedabad : સાયબર ગઠીયાઓ બેફામ બન્યા હોવાની સાબિતી સમાન કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં રહેતા ફેમિલી કોર્ટના જજ સાથે જ સાયબર ગઠીયાઓએ 94 હજારની ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) કરી છે. જજ સાથે પૈસા રિફંડ કરાવવાના બહાને સાયબર ગઠીયાઓએ 94 હજાર રુપિયા ખાતામાંથી સેરવી લીધા છે. કાયદાનું રક્ષણ કરતા ન્યાયાધીશ જ જો આ રીતે સાયબર ચીટિંગનો ભોગ બનતા હોય તો સામાન્ય નાગરિકોના નાણાં બેન્ક એકાઉન્ટમાં કેટલા સુરક્ષિત છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ

અમદાવાદના ફેમિલી કોર્ટના જજને પૈસા રિફંડ કરાવવા મોંઘા પડ્યા છે. ઓનલાઈન મંગાવેલા ડ્રેસમાં એક ડ્રેસ ઓછો આવતા તેમણે પૈસા પરત માંગ્યા હતા. જો કે તેમણે પૈસા રિફંડ લેવા માટે જે કસ્ટરમ કેરમાં કોલ કર્યો તે કસ્ટમર કેર જ ફેક હતું. ફેમિલી કોર્ટના જજે ફેક કસ્ટમર કેરમાં કોલ કરીને નાણાં પરત મંગાવ્યા હતા. જો કે સામે છેડેથી સાયબર ગઠીયાઓએ રિફંડ લેવા માટે UPI ID ઉપર પેમેન્ટની પ્રોસેસ કરવાનું કહીને જજના એકાઉન્ટમાંથી 94 હજાર જેટલા નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. કાયદા રક્ષકોની ઉચ્ચ પાયરીએ રહેલા ન્યાયાધીશને જ સાયબર ગઠીયાઓ છેતરી લેતા હડકંપ મચી ગયો છે.

Advertisement

આ પણ વાંચોઃ  ટીમએમસી વિકાસના માર્ગની દિવાર, તે તૂટશે ત્યારે જ થશે વિકાસ; દુર્ગાપુરમાં પીએમ મોદીની ગર્જના

Advertisement

અવારનવાર થાય છે ઓનલાઈન છેતરપિંડી

ઓનલાઈન છેતરપિંડી હવે કોઈ નવી વાત રહી નથી. નાની-મોટી રકમ કોઈને કોઈ બહાને પડાવી લીધી હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી જાય છે. પોલીસ, તંત્ર અને સરકાર પણ અવારનવાર જનતાને આ મામલે અપીલ કરતી જોવા મળે છે. જેમાં તેઓ જણાવે છે કે, ક્યારેય કોઈપણ પ્રકારનો ઓટીપી કોઈની સાથે શેર ન કરશો. જરુર ન હોય તો બેન્ક ડીટેલ્સ પણ શેર ન કરશો. આરબીઆઈ બેન્ક દ્વારા પણ સાવધાની રાખવા માટે જાહેરાત કરવામાં આવે છે. જો કે નાગરિકો જાગૃત બન્યા અને પોલીસનો સાયબર સીક્યુરિટી સેલ 24 કલાક કાર્યરત રહેતો હોવા છતાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા છાશવારે બનતા રહે છે.

આ પણ વાંચોઃ  ED raids : છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા!

Tags :
Advertisement

.

×