Ahmedabad : બોગસ દસ્તાવેજથી આધાર કાર્ડ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું
- Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે બોગસ આધાર કાર્ડ કૌભાંડ પકડ્યું
- બોગસ દસ્તાવેજથી આધાર કાર્ડ બનાવવાનું કૌંભાંડ ઝડપાયું
- બનાવટી આધારકાર્ડથી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા આરોપીઓ
- સાઇબર ઠગો ફ્રોડથી આવેલ રકમ તે એકાઉન્ટમાં જમા કરાવતા
- સાઇબર ક્રાઇમ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મોટી કાર્યવાહી કરી છે. બોગસ દસ્તાવેજોથી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં સાઇબર ક્રાઇમ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કૌભાંડનાં છેડા મહારાષ્ટ્ર (Maharashtra) સુધી પહોંચે તેવી વકી છે. સાઇબર ક્રાઇમે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gir Somnath: ઉનામાં વાશોજ ગામે પ્રાથમિક શાળામાં બાળકો પર પડ્યો છતનો પોપડો, 10 બાળકો ગંભીર રીતે ઘાયલ
નકલી આધાર કાર્ડ બનાવવાનાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા દસ્તાવેજથી આધાર કાર્ડ બનાવવાનાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, સાઇબર ક્રાઇમ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે જે બનાવટી દસ્તાવેજોનાં આધારે નકલી આધાર કાર્ડ બનાવતા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીઓએ જણાવ્યું કે, નકલી આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને ત્યાર બાદ સાઇબર ઠગોને ભાડે આપી દેતા હતા.
આ પણ વાંચો - Rajkot: ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ! પ્રેમિકા પર હુમલો કરી પ્રેમીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
આધારકાર્ડથી બેંક એકાઉન્ટ ખોલતા, પછી સાઇબર ઠગોને ભાડે આપતા
આરોપીઓએ વધુમાં જણાવ્યું કે, એકાઉન્ડ ભાડે આપ્યા બાદ સાઇબર ઠગો ફ્રોડથી આવેલ રમક તે એકાઉન્ટમાં જમા કરાવતા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સાઇબર ફ્રોડથી મેળવેલ રકમ ભાડાનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતી હતી. હાલ, આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને તેમની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી વકી છે. સાઇબર ક્રાઇમ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ, બેંક ચેકબુક, પાસબુક, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિતની સામગ્રી કબજે કરી છે. આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે (Cyber Crime Police) વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Viramgam ડાંગર કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટનો પડઘો, 2 જ દિવસમાં સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ્દ


