Ahmedabad : ઈસનપુરમાં લંપટ શિક્ષક પર પોક્સો કલમ લગાડી જેલભેગો કરાયો
- અમદાવાદના ઈસનપુરમાં ગુરુ-શિષ્ય પરંપરાને લાંછન લાગ્યું
- વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના લંપટ શિક્ષક પર અડપલાંનો આરોપ લાગ્યો
- ઈસનપુર પોલીસે પોક્સો લગાડીને આરોપીને જેલભેગો કર્યો
Ahmedabad : હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન માતા-પિતા કરતા પણ ઊંચું ગણવામાં આવે છે. જો કે અવાર નવાર ગુરુ પોતાની ગરિમા ભૂલીને ક્ષણિક સુખ માટે ન કરવાની હરકત કરી બેસતા હોય છે. અમદાવાદના ઈસનપુરમાં આવા જ એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને પોક્સો કલમ (POCSO Act) હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે. ઈસનપુર જેવા સંસ્કારી વિસ્તારમાં આ ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
પાસ કરવાની લાલચ આપી
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક લંપટ શિક્ષકે પોતાની દીકરી સમાન વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. સમગ્ર બનાવની વિગત એવી છે કે ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (Vedanta International School) ના પંકજગીરી (Pankajgiri) નામના શિક્ષકે એક વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીનીને શરુઆતમાં ટયુશન આવવા માટે દબાણ કર્યુ હતું. જો કે તેની દાનત બર ન આવતા તેને આગળ પાસો ફેંક્યો હતો. આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ટયુશન આવીશ તો જ પાસ કરીશ તેવી લાલચ પણ આપી હતી. આ શિક્ષક પર વિદ્યાર્થીનીને અડપલા કરવાનો પણ આરોપ લાગ્યો છે.
અમદાવાદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના
ઈસનપુર વિસ્તારની શાળામાં છેડતીની ઘટના
વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી
પંકજગીરી નામના લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી
લંપટ શિક્ષકે ટ્યુશન આવીશ તો જ પાસ કરીશ તેવી લાલચ આપી
વિદ્યાર્થિની સાથે શારીરિક… pic.twitter.com/ebFV0RkW7T— Gujarat First (@GujaratFirst) July 20, 2025
આ પણ વાંચોઃ Crime News: અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિ કરતા ભુવાનો ભાંડો ફૂટ્યો
પોલીસ કાર્યવાહી
ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના પંકજગીરી નામક શિક્ષકે એક વિદ્યાર્થીનીને ટ્યુશન આવીશ તો જ પાસ કરીશ તેવી લાલચ આપી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં ઈસનપુર પોલીસે સત્વરે કાર્યવાહી કરી છે. પોલીસે લંપટ શિક્ષક પંકજગીરી પોક્સો કલમ લગાડીને તેની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ આ શિક્ષકને જેલભેગો કરવામાં આવ્યો છે. અવારનવાર ગુરુ-શિષ્ય પરંપરાને લાંછન લગાડતા આવા કિસ્સા સભ્ય સમાજ માટે કલંકરુપ છે. વાલીઓએ પણ પોતાના દીકરા-દીકરીઓને આવા લંપટ શિક્ષકોથી ડરી જઈને તાબે થવાને બદલે મક્કમતાથી સામનો કરવા માટે શીખ આપવી જોઈએ.
આ પણ વાંચોઃ Ahmedabad News: બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યો


