Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નારોલમાં ગેસ સિલિન્ડર ફાટતા ઘરમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી, 4 દાઝ્યા!

અમદાવાદનાં નારોલમાં આગ લાગવાની ઘટના બની છે. ઘરમાં ગેસનો બાટલો ફાટતા આ બનાવ બન્યો છે. દુર્ઘટનામાં 4 લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. અચાનક ધડાકાભેર આવાજ થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની 3 ગાડી પહોંચી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી આદરી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.
ahmedabad   નારોલમાં ગેસ સિલિન્ડર ફાટતા ઘરમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી  4 દાઝ્યા
Advertisement
  1. Ahmedabad ના નારોલ વિસ્તારમાં આગનો બનાવ
  2. ઘરમાં ગેસનો બાટલો ફાટતાં 4 લોકો દાઝ્યા
  3. શાહવાડીમાં સત્યમનગરમાં ગેસનો બાટલો ફાટયો
  4. ધડાકાભેર આવાજ આવતા અફરાતફરીનો માહોલ
  5. આગને પગલે ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad : અમદાવાદનાં નારોલ વિસ્તારમાં (Narol) આગ લાગવાની ચકચારી ઘટના બની છે. ઘરમાં ગેસનો બાટલો ફાટતા (Gas Cylinder Blast) આ બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં 4 લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. અચાનક ધડાકાભેર આવાજ થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે લોકોએ ફાયર બ્રિગેડને (Ahmedabad Fire Brigade) જાણ કરતા ટીમ ત્યાં પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા સહિતની કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગે 4 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું હાલ જણાઈ રહ્યું છે. સ્થાનિક પોલીસની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો - Shankarbhai Chaudhary : Gujarat first ન્યૂઝની મુલાકાતે વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

Advertisement

Advertisement

Ahmedabad ના નારોલમાં ઘરમાં ગેસનો બાટલો ફાટ્યો, 4 દાઝ્યા

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલી શાહવાડીનાં સત્યમનગરમાં (Satyamnagar) ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે અચાનક ધડાકાભેર વિસ્ફોટક અવાજ સંભળાયો હતો. એક ઘરમાં ગેસનો બાટલો ફાટતા ભયંકર આગ લાગી છે. આગની ઘટનામાં 4 લોકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક લોકોએ ત્વરિત ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ (Ahmedabad Fire Brigade) ત્યાં પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો - Bharuch: ભરુચમાંથી મોટા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો, 14 મહિલા સહિત 18 લોકોને પોલીસે પકડ્યા

ફાયર વિભાગે 4 લોકોનું રેસ્ક્યૂ, ઘરવખરી બળીને ખાખ

માહિતી અનુસાર, ફાયર વિભાગે 4 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનામાં બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું હાલ જાણવા મળ્યું છે. આગની ચપેટમાં આવતા ઘરમાં રાખેલ ઘરવખરી બળીને ખાખ થઈ છે. જો કે, સદનસીબે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો - Jamnagar: રોકાણના બહાને 4 કરોડની મહાઠગાઈ, આ રીતે લોકોને છેતર્યા!

Tags :
Advertisement

.

×