ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : બાવડામાં ગત રાતે ઘરમાં લાગી વિકરાળ આગ, ઘરવખરી-રોકડ-દાગીના બળીને ખાખ

આગ બુઝાવવા જતાં એક વ્યક્તિને છતનું પતરું પેટમાં વાગતા ઈજા પહોંચી છે. ઘરમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો છે.
04:20 PM Jan 26, 2025 IST | Vipul Sen
આગ બુઝાવવા જતાં એક વ્યક્તિને છતનું પતરું પેટમાં વાગતા ઈજા પહોંચી છે. ઘરમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો છે.
bavda_Gujarat_first
  1. બાવડાનાં વાસણા ગામે ગત રાતે મકાનમાં લાગી વિકરાળ આગ (Ahmedabad)
  2. શોર્ટ સર્કિટ થતાં મકાન ભયંકર આગની ચપેટમાં આવ્યું
  3. કોઈ જાનહાનિ નહીં, એકને ઇજા, 5-6 લાખનું નુકસાન થયું હોવાનું પરિવારે કહ્યું

અમદાવાદનાં (Ahmedabad) બાવળા તાલુકાનાં વાસણા ગામે એક મકાનમાં ગત રાતે અચાનક શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. ઘરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પરિવારનાં સભ્યો દોડીને બહાર આવી ગયા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, આગ બુઝાવવા જતાં એક વ્યક્તિને છતનું પતરું પેટમાં વાગતા ઈજા પહોંચી છે. ઘરમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો છે. ઘરવખરી, રોકડ, દાગીના બળી જતાં કુલ 5-6 લાખનું નુકસાન થયું હોવાનું પરિવારે જણાવ્યું છે.

આ પણ વાંચો - VADODARA : 'તેરે કારણ રૂ. 1 કરોડ કા લોસ હુઆ હૈ', કહી ઇન્ફ્લુએન્ઝર જોડે ઠગાઇ

શોર્ટ સર્કિટ થતાં મકાનમાં લાગી ભયંકર આગ

અમદાવાદનાં (Ahmedabad) બાળવા તાલુકામાં આવેલા વાસણા ગામે પ્રહલાદભાઈ મંગાભાઈ ચાવડા પરિવાર સાથે રહે છે. પ્રહલાદભાઈનાં જણાવ્યા અનુસાર, ગત રાતે અંદાજે 11 વાગ્યે તેમનાં ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભયંકર આગ લાગી હતી. આથી પરિવારનાં સભ્યો ત્વરિત દોડીને બહાર આવી ગયા હતા. મકાનમાં આગ લાગવાથી ગામમાં પણ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. પરિવારનાં સભ્યો સહિત ગ્રામજનોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ‌ કરાતા બાવળા (Bavda) અને ધોળકા ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો - Gondal તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ પાટીદડ ગામ ખાતે યોજાયો, આ લોકોનું સન્માન કરવામાં આવ્યું

ઘરવખરી, રોકડ, દાગીના બળી જતાં કુલ રૂ.5-6 લાખનું નુકસાન!

પરિવારજનોનાં જણાવ્યા અનુસાર, આગની ચપેટમાં આવી જતાં આખું મકાન બળીને ખાખ થયું છે. ઘરમાં રહેલ માલ-સામાન પણ આગમાં બળી ગયો છે. ઘરવખરી, રોકડ, દાગીના બળી જતાં કુલ રૂ.5-6 લાખનું નુકસાન થયું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આગ બુઝાવવા જતાં એક વ્યક્તિને છતનું પતરું પેટમાં વાગતા ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને બાવળા હોસ્પિટલમાં સારવાર દરમિયાન 10 ટાંકા લાગ્યા છે. સમગ્ર ઘટનાની જાણ બાવળા પોલીસને (Bavda Police) કરાતા ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામું કરીને આગળની તપાસ હાથધરી છે. સાથે જ પરિવારે સરકાર પાસે સહાયની માગ પણ કરી છે.

આ પણ વાંચો - Bhavnagar: બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી, તળાજા પોલીસની કામગીરી ઉપર ઊઠ્યા સવાલ

Tags :
AhmedabadBavdaBavda Fire BrigadeBavda PoliceBreaking News In GujaratiDhodka Fire BrigadeFire in HomeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In Gujaratishort circuit
Next Article