Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો

અમદાવાદમાં AMC નાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ડેરી પાર્લર પર તપાસ કરવામાં આવી હતી.
ahmedabad   અમદાવાદીઓ ચેતજો    આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો
Advertisement
  1. Ahmedabad માં ફરી એકવાર પકડાયું નકલી પનીર
  2. ગોતા, વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી નકલી પનીર પકડાયું
  3. કુલ 263 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો
  4. ગોડાઉનમાં રાખવામાં આવેલ જથ્થો જપ્ત કરાયો

અમદાવાદમાં (Ahmedabad) ફરી એકવાર નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) આરોગ્ય વિભાગ દ્વારા ગોતા, વસ્ત્રાલ, ઠક્કરનગર સહિત વિવિધ વિસ્તારોમાં ડેરી પાર્લરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, વિભાગની ટીમે બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot: જામકંડોરણામાં નર્સિંગની વિદ્યાર્થીની મામલો પોલીસ તપાસ શરૂ, ફોન FSLમાં મોકલાયો

Advertisement

AMC નાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં તપાસ

અમદાવાદમાં (Ahmedabad) AMC નાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ડેરી પાર્લર પર તપાસ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ગોતામાં (Gota) વિશ્વાસ સીટી-6 ખાતે આવેલ શ્રી કૃષ્ણા ડેરી પાર્લરમાંથી 199 કિલો જેટલું બિનઆરોગ્યપ્રદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગોતાની ડેરી રીચ આઈસ્ક્રીમમાંથી 35 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું છે. આ સિવાય જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી વિજય ડેરીમાંથી પણ 11 કિલો પીનર જપ્ત કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Dwarka: દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ, રાજ્યસભાનાં સાંસદે આપી આકરી પ્રતિક્રિયા

વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી કુલ 263 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત

માહિતી અનુસાર, આરોગ્ય વિભાગે વસ્ત્રાલ (Vastral) અને ઠક્કરનગરમાંથી નકલી પનીરનો (Fake Cheese) કુલ 263 કિલો જથ્થો ઝડપી પાડ્યો છે. ઠક્કરનગરમાં (Thakkarnagar) સતનામ ડેરીમાંથી 144 કિલો પનીરનો જથ્થો, જ્યારે વસ્ત્રાલનાં એક ગોડાઉનમાંથી 119 કિલો જથ્થો જપ્ત કર્યો છે. આ સિવાય, વેપારીઓ દ્વારા અન્ય ડેરીઓમાં મોકલાતો જથ્થો પણ ફૂડ વિભાગે (Health and Food Department) જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલ નકલી પનીરનાં જથ્થાની અંદાજિત કિંમત એક લાખ હોવાનું હાલ સામે આવ્યું છે. આ મામલે આરોગ્ય વિભાગ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×