Ahmedabad : શાળાએથી ઘરે જતાં સાઇકલ સવાર વિદ્યાર્થીને આઇસરચાલકે મારી જોરદાર ટક્કર અને..!
- Ahmedabad નાં પૂર્વ SP રિંગરોડ પર વધુ એક અકસ્માતની ઘટના
- આઇસરચાલકે સાઇકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો
- વિદ્યાર્થીને મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો
અમદાવાદનાં (Ahmedabad ) SP રિંગરોડ પર આજે સતત બીજો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શાળાથી પરત આવતા સમયે સાઇકલસવાર એક વિદ્યાર્થીને આઇસરચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં 8 વર્ષીય વિદ્યાર્થીને ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : SP રિંગરોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટના સ્થળ પર મોત
આઇસરચાલકે સાઇકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો
અમદાવાદનાં (Ahmedabad) SP રિંગરોડ પર આજે ગોઝારા અકસ્માતની વધુ એક ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, સાઇકલ પર એક વિદ્યાર્થી શાળાએથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પૂર્વ SP રિંગરોડ (SP Ringroad) પર બેફામ આવતા આઇસરચાલકે વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઇસર પલટી માર્યું હતું. જ્યારે વિદ્યાર્થી નીચે પટકાયો હતો. વિદ્યાર્થીને મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિકો એકત્ર થયાં હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : લુખ્ખા તત્વો સુધરી જજો! બાપુનગરમાં બુટલેગરના ઘરે ફર્યું બુલડોઝર!
વહેલી સવારે SP રિંગરોડ પર અકસ્માતમાં દંપતીનું થયું હતું મોત
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ પહેલા વહેલી સવારે SP રિંગરોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. બેફામ આવતા ટ્રકચાલકે દંપતીને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દંપતી મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું.
આ પણ વાંચો - Weather Forecast : આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે! જાણો હવામાન વિભાગની આગાહી વિશે