Ahmedabad : વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળું જાગ્યું AMC તંત્ર! શહેરનાં તમામ બ્રિજોનું ચેકિંગ શરૂ
- વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ AMC એકશનમાં આવ્યું (Ahmedabad)
- અમદાવાદ શહેરના તમામ બ્રિજનું ચેકિંગ શરૂ કરાયું
- બ્રિજ પ્રોજેક્ટ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
- 15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા આપવામાં આવશે
- AMC દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું
Ahmedabad : વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના (Vadodara Bridge Collapse) બાદ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આખરે હરકતમાં આવ્યું છે. શહેરનાં તમામ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું છે. બ્રિજ પ્રોજેક્ટ ટીમ (Bridge Project Team) દ્વારા શહેરનાં તમામ પુલોની તપાસ કરવામાં આવી રહી છે. સમારકામ માટે 15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા આપવામાં આવશે. બીજી તરફ ભ્રષ્ટાચારમાં લિપ્ત એવા અમદાવાદનાં બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge) અંગે પણ AMC એ મોટો નિર્ણય કર્યો છે.
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ AMC એકશનમાં આવ્યું
વડોદરામાં ગંભીરા બ્રિજનો (Vadodara Gambhira Bridge) વચ્ચેનો ભાગ તૂટી જતાં કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 17 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે 5-6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાએ વડોદરામાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. ત્યારે હવે, વડોદારની ઘટનાથી બોધપાઠ લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) અધિકારીઓ આખરે જાગ્યા છે અને શહેરનાં તમામ બ્રિજોની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : બાવળામાં સાંજે 7 વાગે BJP નેતા પર થયો જીવલેણ હુમલો, હોસ્પિટલમાં દાખલ
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ AMC આવ્યું એકશનમાં
અમદાવાદ શહેરના તમામ બ્રિજનું ચેકીંગ શરૂ કરાયું
બ્રિજ પ્રોજેક્ટ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા આપવામાં આવશે
બ્રિજના મેન્ટેનન્સ ટેન્ડર તપાસવામાં આવશે
નદી પરના 3 બ્રિજના લોડ ટેસ્ટ ફરી કરવામાં આવશે… pic.twitter.com/eJaoQuhGJt— Gujarat First (@GujaratFirst) July 10, 2025
બ્રિજ પ્રોજેક્ટ ટીમ દ્વારા ચેકિંગ, 15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા અપાશે
માહિતી મુજબ, એએમસીની બ્રિજ પ્રોજેક્ટ ટીમ દ્વારા તમામ બ્રિજોની ચેકિંગ હાથ ધરાઈ છે અને સમારકામ માટે 15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિવાય બ્રિજનાં મેન્ટેનન્સ ટેન્ડર તપાસવામાં આવશે. નદી પરનાં 3 બ્રિજનાં લોડ ટેસ્ટ ફરી કરવામાં આવશે. જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં (Ahmedabad) કુલ 92 બ્રિજ આવેલા છે, જે પૈકીનાં 76 AMC હસ્તક છે અને 14 રેલવે હસ્તક છે. ઉપરાંત, 1 NHAI તેમ જ GIDC હસ્તક 1 બ્રિજ આવેલો છે.
આ પણ વાંચો - Vadodara Bridge Collapse : મંત્રી રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યુ, પણ સાથે જ આપ્યું આશ્ચર્યજનક નિવેદન!
હાટકેશ્વર બ્રિજ તોડવા AMC એ ટેન્ડર મંજૂર કર્યું
બીજી તરફ અમદાવાદનાં બહુચર્ચિત એવા હાટકેશ્વર બ્રિજને (Hatkeshwar Bridge) લઈને પણ એએમસીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, વડોદારની દુર્ઘટના બાદ AMC દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું. હાટકેશ્વર બ્રિજ તોડવા શ્રી ગણેશ કંપનીનું (Shree Ganesh Company) ટેન્ડર મંજૂર કરાયું હોવાની માહિતી છે. રૂપિયા 3 કરોડ 90 લાખ 20 હજારનાં ખર્ચે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું પ્રતિક એવો આ બ્રિજ તોડી પાડવામાં આવશે. આગામી 6 મહિનામાં હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા નિર્ણય કરાયો છે. બ્રિજને તોડવાની કામગીરી ચોમાસા બાદ શરૂ કરાશે.
આ પણ વાંચો - VADODARA : મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીની સૌથી મોટી કાર્યવાહી


