ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : AMC એ રજૂ કર્યું 14 હજાર કરોડનું બજેટ, શહેરીજનોને મળશે આ ખાસ સુવિધાઓ!

વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું...
01:34 PM Feb 06, 2025 IST | Vipul Sen
વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું...
AMC_Gujarat_first main
  1. AMC વર્ષ 2025-26 નું બજેટ કમિશનરે કર્યું રજૂ
  2. 2025-26 નાં બજેટમાં 3 હજાર 200 કરોડનો વધારો કરાયો
  3. વર્ષ 2025-26 નું 14 હજાર કરોડનું બજેટ રજૂ કરાયું
  4. વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અ વર્ષે રૂ. 3 હજાર 200 કરોડનાં વધારા સાથે 14 હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન એએમસી દ્વારા શહેરમાં વિકાસકામોની ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને (Ahmedabad) અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું AMC કમિશનરે જણાવ્યું છે.

આ પણ વાંચો - Surat : હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 1 વ્યક્તિનું મોત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશનર દ્વારા આજે વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે રૂ. 3 હજાર 200 કરોડનાં વધારા સાથે 14 હજાર કરોડનું બજેટ (AMC Budget 2025-26) રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં શહેરી વિકાસકામોની ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતોમાં વાઇટ ટોપિંગ રોડ, રોડ-રસ્તાનો વિકાસ, નવું ડેટા સેન્ટર, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા અર્બન હેલ્થ સેન્ટર, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અન્ડરબ્રિજની જાહેરાતો કરવામાં આવી છે.

AMC વર્ષ 2025-26 નાં બજેટમાં આ મોટી જાહેરાતો કરાઈ...

> લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે 'નમોવન' તૈયાર કરાશે
> 227 કરોડનાં ખર્ચે 51 વાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાશે
> CG રોડ આસપાસનાં 3 રસ્તા 97 કરોડનાં ખર્ચે તૈયાર કરાશે
> 20 મેટ્રો સ્ટેશનની આસપાસનાં વિસ્તારોને 270 કરોડનાં ખર્ચે વિકાસ કરાશે
> અમદાવાદ શહેરમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે
> AI, GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે
> AMC માટે નવું ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે
> ભદ્ર પ્લાઝા પરિસરનું 10 કરોડનાં ખર્ચે રિડેવલપ કરાશે
> લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન તૈયાર કરાશે
> નવા 5 અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે
> બજેટમાં SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની જોગવાઇ કરાઇ
> અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન
> 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરવામાં આવશે
> 80 કરોડનાં ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ કરાશે
> પંચવટી જંક્શન પર 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરાશે

આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસનો Video વાઇરલ, Gujarat First નાં અહેવાલની અસર

> RTO ખાતે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તરીકે ડેવલપ કરવાનું આયોજન
> 120 નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન
> જમલપુર ખાતે નવા ઇલેક્ટ્રિક બસ માટે 100 ચાર્જિંગ સ્ટેશન તૈયાર કવાનું આયોજન
> ઘુમાં ખાતે ઈન્ટિગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવવાનું આયોજન
> AMTS ડેઇલી ટિકિટ માટે મોબાઈલ એપનું આયોજન

અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન

1 ચીમનભાઈ બ્રિજ વાઇડનિંગ
2. અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
3. કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
4. સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
5 એસ.જી હાઇવે ક્રોસ સાણંદ ચોકડી થતા અમદાવાદ બોટાદ રેલવેલાઈન પર ફ્લાય ઓવરબ્રિજ

અમદાવાદ શહેર વધુ 5 નવા ઓવર તેમ જ અંડર બ્રિજનું આયોજન

1. 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરાશે
2. સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર 80 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે
3. એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ 35 કરોડના ખર્ચે તૈયાર કરાશે
4. 90 કરોડના ખર્ચે પંચવટી જંક્શન ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.

આ પણ વાંચો - Ahmedabad : USA થી ડિપોર્ટ 33 ગુજરાતી વતન લઈ જવાયા, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMC CommissionerAMCBudget2025Gujarat FirstGUJARAT FIRST NEWS
Next Article