Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો, 8 કરોડનાં ખર્ચે 4 ડબલ ડેકર બસ ખરીદાશે

એએમટીએસ દ્વારા રૂપિયા 8 કરોડોનાં ખર્ચે 4 નવી ડબલ ડેકર બસની ખરીદી કરવામાં આવશે.
ahmedabad   અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો  8 કરોડનાં ખર્ચે 4 ડબલ ડેકર બસ ખરીદાશે
Advertisement
  1. અમદાવાદમાં AMTS એ ખરીદી ચાર નવી ડબલ ડેકર બસ (Ahmedabad)
  2. હાલ અમદાવાદ શહેરમાં દોડી રહી છે 6 ડબલ ડેકર બસ
  3. 8 કરોડ રૂપિયાનાં ખર્ચે નવી 4 ડબલ ડેકર બસ ખરીદાશે
  4. ડબલ ડેકર બસનો કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષનો મોટો આરોપ

Ahmedabad : અમદાવાદીઓની સુવિધામાં ફરી એકવાર વધારો થશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા ચાર નવી ડબલ ડેકર બસની ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. હાલ, શહેરમાં 6 ડબલ ડેકર બસ (Double-Decker Bus) દોડી રહી છે. ત્યારે નવી 4 બસ જોડાઈ જતાં અમદાવાદમાં ડબલ ડેકર બસની સંખ્યા 10 થઈ જશે. એએમટીએસ દ્વારા રૂપિયા 8 કરોડોનાં ખર્ચે 4 નવી ડબલ ડેકર બસની ખરીદી કરવામાં આવશે. જો કે, ડબલ ડેકર બસનો કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષે ગંભીર આરોપ કર્યા છે.

આ પણ વાંચો - PI to DySP Promotion : તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ PI 16 મહિનાથી પ્રમોશનની રાહમાં

Advertisement

8 કરોડ રૂપિયાનાં ખર્ચે નવી 4 ડબલ ડેકર બસ ખરીદાશે

અમદાવાદ શહેરમાં (Ahmedabad) નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એએમટીએસ દ્વારા વધુ ચાર ડબલ ડેકર બસની ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. માહિતી અનુસાર, રૂ. 8 કરોડનાં ખર્ચે નવી 4 ડબલ ડેકર બસની (Double-Decker Bus) ખરીદી કરવામાં આવશે. હાલ, અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ દોડી રહી છે. ત્યારે વધુ 4 ની ખરીદી થતાં ડબલ ડેકર બસની સંખ્યા 10 એ પહોંચશે. જો કે, ડબલ ડેકર બસનો કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષ દ્વારા ગંભીર આરોપ કરાયો છે. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan) આરોપ લગાવી કહ્યું કે, કોન્ટ્રાક્ટર્સનાં ખિસ્સા ભરવા નવી બસ ખરીદાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો - Mahisagar : જમીન મુદ્દે ભાજપ નેતાના પુત્ર સહિત 20 લોકો સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ

વિપક્ષનો આરોપ, કોન્ટ્રાક્ટર્સનાં ખિસ્સા ભરવા નિર્ણય કરાયો!

તેમણે આગળ કહ્યું કે, હાલ AMC ની હાલત ખસ્તા છે, જે બસ હાલ શહેરમાં દોડી રહી છે તેની હાલત પણ સરખી નથી. AMTS નાં અનેક ડ્રાઈવર્સ પીધેલી હાલતમાં પકડાયેલા છે. AMTS બસનાં લીધે અનેક અકસ્માત થયા છે અને અનેક નાગરિકોનાં મોત નીપજ્યા છે. એએમટીએસ વિભાગે પહેલા આ બધી બાબતો પર ધ્યાન આપીને તેમાં સુધારો કરવાની જરૂર છે. જણાવી દઈએ કે, ગત વર્ષે મેયર પ્રતિભાબેન જૈનનાં હસ્તે AMTSની એસી. ઈ-બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસમાં યુએસબી ચાર્જ, વાઇફાઇ, રિડીંગ લાઇટ અને કન્ફર્નટ સીટ જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો - નિવૃત્ત સેના જવાનોનાં ગાંધીનગરમાં ધરણા, 10% અનામત અને 40% માર્કની શરતનો વિરોધ

Tags :
Advertisement

.

×