Ahmedabad : પોલીસની આબરૂ લેનારા ટપોરીઓને પોલીસે કર્યાં 'બેઆબરૂ'! જુઓ Video
- રખિયાલ-બાપુનગરમાં અસામાજિક તત્વોનાં આતંકનો મામલો (Ahmedabad)
- પોલીસે ઝડપેલા 4 આરોપીનો સરાજાહરે કાઢ્યો 'વરઘોડો'!
- ગઈકાલે બે અને આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી
અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ-બાપુનગર વિસ્તારમાં રાતનાં સમયે અસામાજિક તત્ત્વો દ્વારા તલવાર સહિતનાં હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરી હતી અને વાહનને નુકસાન પહોંચાડી પરત મોકલી હતી. આ ઘટનાનાં વીડિયો વાઇરલ (Viral Video) થતાં શહેર પોલીસની આબરૂંનાં ધજાગરા ઉડ્યા હોય તેવી ચર્ચાઓ થવા લાગી છે. આથી, પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગઈકાલે 2 અને આજે 2 એમ કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને ચારેય આરોપીઓનો સરાજાહેર 'વરઘોડો' પણ કાઢ્યો છે. જો કે, આ કેસમાં હજું પણ બે અરોપી ફરાર છે.
આ પણ વાંચો - Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!
પોલીસ સામે 'દાદાગીરી' કરનારા ચારેય આરોપીઓનો સરાજાહેર 'વરઘોડો'
અમદાવાદનાં (Ahmedabad) બાપુનગર-રખિયાલ વિસ્તારમાં પોલીસ સામે દાદાગીરી કરનારા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને મુખ્ય આરોપી ફૈઝલ શેખ સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. આજે પોલીસે ચારેય આરોપી અલ્તાફ શેખ, સમીર ઉર્ફે ચીકના, મહેબૂબ મિયાં શેખ અને ફૈઝલ શેખને સાથે રાખી સરાજાહેર 'વરઘોડો' કાઢ્યો હતો. જણાવી દઈએ કે, આ કેસમાં ગઈકાલે આરોપી સમીર અને મુખ્ય આરોપી ફૈઝલની ધરપકડ કરાઈ હતી, જ્યારે આજે આરોપી અલ્તાફ અને મહેબૂબ મિયાંને ઝડપી લેવાયા છે. જો કે, અન્ય બે આરોપી સર્વર કડવો અને અન્ની રાજપૂત હાલ પણ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો - Ahmedabad : પોલીસને જાહેરમાં ધમકાવનારા તત્વો આખરે કાયદાનાં સકંજામાં! વધુ એકની ધરપકડ
કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયાં
જણાવી દઈએ કે, આ કેસમાં ગઈકાલે પોલીસકર્મીઓ સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે, ઘટનાસ્થળેથી નિકળી ગયેલા પોલીસકર્મીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે એવી માહિતી આપવામાં આવી હતી. ગઈકાલે પોલીસને શરમાવે એવો વીડિયો વાઇરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - BZ કૌભાંડમાં CID ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યા રહસ્યમય કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન