Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પાલનપુરમાં કોર્ટ આદેશની 'ઐસી કી તૈસી' કરી અમદાવાદ પહોંચ્યા Asaram Bapu!

જો શરતોનું ઉલ્લંઘન કરાશે તો જામીન રદ કરવામાં આવશે.
ahmedabad   પાલનપુરમાં કોર્ટ આદેશની  ઐસી કી તૈસી  કરી અમદાવાદ પહોંચ્યા asaram bapu
Advertisement
  1. Asaram Bapu ની 12 વર્ષ બાદ અમદાવાદ મોઢેરા ખાતે આશ્રમમાં એન્ટ્રી
  2. મોટેરા આશ્રમમાં આસારામનાં સાધકો મોટી સંખ્યામાં ઉમટ્યા
  3. વચગાળાનાં શરતી જામીન પર મુક્ત છે આસારામ બાપુ
  4. મોટેરા આશ્રમમાં હોવાની શક્યતાને લઈ સાધકો ઉમટ્યા

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની (Asaram Bapu) 12 વર્ષ બાદ અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા આશ્રમમાં (Ahmedabad Motera Ashram) એન્ટ્રી થઈ છે. આથી, આશ્રમ ખાતે સાધકોની ભારે ભીડ ઉમટી છે. આસારામને વચગાળાનાં શરતી જામીન મળ્યા છે. જામીન દરમિયાન, અનુયાયીઓને ન મળી શકે તેવી શરત સાથે મંજૂરી આપવામાં આવી છે. જો શરતોનું ઉલ્લંઘન કરાશે તો જામીન રદ કરવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ, આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Advertisement

તબીયતને લઈ 31 માર્ચ સુધી મળ્યા શરતી જામીન

જણાવી દઈએ કે, મહિલા અનુયાયી પર દુષ્કર્મનાં કેસ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) તબીબી આધારે આસારામને 31 માર્ચ સુધીનાં વચગાળાનાં શરતી જામીન પર મુક્ત કર્યા છે. જામીન દરમિયાન, આસારામ અનુયાયીઓને ન મળી શકે તેવી શરત મૂકવામાં આવી છે. જો શરતોનું ઉલ્લંઘન કરે તો જામીન રદ થઈ શકે છે. જો કે, આ શરતો હોવા છતાં આસારામ (Asaram Bapu) અમદાવાદ મોટેરા આશ્રમ આવવાના હોવાથી સાધકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar: મેહુલભાઈ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, સતત 13 કલાક સુધી રાખ્યા કેમેરા સામે...

પાલનપુરમાં શરતોની કરી 'ઐસી કી તૈસી'!

નોંધનીય છે કે, જેલમાંથી છૂટ્યા બાદ પાનલપુરમાં (Panalpur) અનુયાયીઓને મળી શરતી જામીનનાં નિયમોનો ભંગ કર્યો હતો. આસારામે કોર્ટનાં આદેશોને ભંગ કરી પ્રવચન અને સત્સંગ જેવો માહોલ ઊભો કર્યો હતો. દરમિયાન, આસારામ મોટી સંખ્યામાં તેના અનુયાયીઓને મળ્યા હતા, જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. આ ઘટના બાદ હવે આસારામ અમદાવાદ મોટેરા આશ્રમ ખાતે પહોંચ્યા છે.

કેટલીક શરતોને આધીન મળ્યા છે આસારામને જામીન : આટલા નિયમોનું કરવું પડશે પાલન

> આસારામ બાપુ અનુયાયીઓને મળી શકશે નહીં
> આસારામ બાપુ સાધકો સાથે મુલાકાત નહીં કરી શકે
> આસારામ બાપુ જાહેરમાં પ્રવચન નહીં કરી શકે
> આસારામ બાપુની સાથે ત્રણ ગાર્ડ રહેશે
>જેનો સમગ્ર ખર્ચો આસારામ બાપુ ઉઠાવશે

આ પણ વાંચો - Surat : ફ્લેટમાં લાગી આગ, NRI યુવતીનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યૂ

Tags :
Advertisement

.

×