Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ, આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે. પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા
ahmedabad  ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ  આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Advertisement
  1. પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  2. ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યાં
  3. આ પહેલા ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો

Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે. પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ATS એ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા. આશરે 50 કરોડની રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા પહોંચ્યો છે. ગુજરાત ATSએ ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. આરોપીઓની બાતમીને આધારે ATSએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Jamnagar: ફરી એકવાર કોંગો ફીવરની દસ્તક, જામનગરમાં આધેડ વયના વ્યક્તિનું મોત

Advertisement

ધોળકામાંથી પણ 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું

નોંધનીય છે કે, અત્યારે ગુજરાતમાંથી કેટલાય કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ધોળકામાંથી પણ 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ખંભાતમાંથી પણ 100 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું, જો કે, અત્યારે ATS સઘન તપાસ કરી રહ્યું છે. જેના કારણે ગનેગારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. અત્યારે ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યાં હતાં, જ્યાં પુલેન ચોકડી વિસ્તારમાંથી આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. રણજિત ડાભી નામના આરોપીનાં ગોડાઉનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: મેહુલભાઈ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, સતત 13 કલાક સુધી રાખ્યા કેમેરા સામે...

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×