Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ત્રણ દિવસ બાદ પણ બાવળા જળમગ્ન! CM અને કલેક્ટરની સૂચના છતાં કાર્યવાહી નહીં!

ગુજરાત ફર્સ્ટ દ્વારા બે દિવસ પહેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી આ અંગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
ahmedabad   ત્રણ દિવસ બાદ પણ બાવળા જળમગ્ન  cm અને કલેક્ટરની સૂચના છતાં કાર્યવાહી નહીં
Advertisement
  1. અમદાવાદનું બાવળા હજું પણ પાણી પાણી! (Ahmedabad)
  2. વરસાદ તો બંધ થયો, પરંતુ આફત જેમની તેમ
  3. ત્રણ દિવસ બાદ પણ હજું નથી ઓસર્યા વરસાદી પાણી
  4. ગુજરાત ફર્સ્ટે બે દિવસ પહેલા કર્યો હતો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
  5. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અધિકારીઓને કરી હતી ટકોર

Ahmedabad : અમદાવાદ ત્રણ દિવસ પહેલા ધોધમાર વરસાદ થયો હતો, જેનાં કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જો કે, મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા છે. પરંતુ, અમદાવાદ જિલ્લાનું બાવળા (Bavla) હજું પણ પાણી-પાણી છે. વરસાદ બંધ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે પરંતુ, તેમ છતાં હજું પણ બાવળામાં કેટલાક વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા બે દિવસ પહેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી આ અંગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કલેક્ટરે પાણી નિકાલની સૂચના પણ આપી હતી. પરંતુ, તેમ છતાં હજું પણ અડધું બાવળા વરસાદી પાણીમાં ગરકાવ છે.

આ પણ વાંચો - Chhota Udepur : સિવિલ હોસ્પિટલમાં 'પશુઓ'નું સામ્રાજ્ય! શ્વાન બાદ ગાયનાં આંટાફેરા, દર્દીઓની સુરક્ષા સામે સવાલ

Advertisement

બાવળા હજું પણ જળમગ્ન! CM એ આદેશ કર્યો પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

અમદાવાદ જિલ્લાનું (Ahmedabad ) બાવળા હજું પણ વરસાદી પાણી ભરાયાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. બાવળાથી લઈને ધોળકા સુધીનાં વિસ્તારો જળમગ્ન થયા છે. વરસાદ થયાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા તંત્રની ઘોર બેદરકારીનાં કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બાવળા (Bavla) તેમ જ નજીકનાં વિસ્તારો હજું પણ જળમગ્ન છે. બે દિવસ પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First News) દ્વારા બાવળામાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ પ્રસારિત કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરે પણ પાણી નિકાલનો સંબંધિત વિભાગનાં અધિકારીઓને આદેશ કર્યો હતો. પરંતુ, તેમ છતાં હજું પણ કેટલાક વિસ્તારમાં સ્થિતિ જસની તસ છે.

Advertisement

આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન! કહ્યું-સરકાર ખૂબ જ ચિંતિત..!

ઢેઢાલ ગામમાં વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ, રોગચાળો ફેલાય તેવો ભય

બાવળાનું ઢેઢાલ ગામમાં (Dhedhal Village) 5 હજાર જેટલી વસ્તી છે. આ ગામમાં હજું પણ વરસાદી પાણીનો નિકાલ કરાયો નથી. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વરસાદી પાણી ન ઓસરતા જનજીવન પ્રભાવિત થયું છે. લોકોનાં ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે. જ્યારે ગામની આંગણવાડી અને ગામપંચાયતમાં પણ વરસાદી પાણી ભરાયા છે. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, છેલ્લા એક મહિનાથી આંગણવાડી બંધ હાલતમાં છે. ટ્રેક્ટર પર બેસી ગામની બહાર જવા લોકો મજબૂર થયા છે. ગટરનાં પાણી બેક મારતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, વરસાદી પાણીમાં કેમિકલવાળું પાણી મિક્સ થાય છે, જેનાં કારણે દુર્ગંધ અને બીમારી ફેલાય તેવી ભીતિ છે. આ મામલે તંત્ર જલદી કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી છે.

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો, 8 કરોડનાં ખર્ચે 4 ડબલ ડેકર બસ ખરીદાશે