Ahmedabad : 'Coldplay' કૉન્સર્ટને લઈ સૌથી મોટા સમાચાર, ટિકિટ નથી મળી તો ચિંતાની જરૂર નથી!
- Coldplay ના કૉન્સર્ટ અંગે સૌથી મોટું અપડેટ
- ટિકિટ ચૂકનારા હવે ઘરે બેઠાં કૉન્સર્ટ નીહાળી શકશે
- અમદાવાદમાં કૉન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે
Ahmedabad : આગામી દિવસોમાં બ્રિટિશ બેન્ડ 'કોલ્ડપ્લે' નો (Coldplay) કોન્સર્ટ થવા જઈ રહ્યો છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આથી, કોન્સર્ટની ટિકિટ ખરીદવા માટે પણ ફેન્સમાં પડાપડી જોવા મળી છે. ત્યારે જો તમે પણ 'કોલ્ડપ્લે' નાં ફેન છો અને તેમને કોન્સર્ટની ટિકિટ નથી મળી તો નિરાશ થવાની જરૂર નથી. કારણ કે, હવે તમે ઘરે બેઠાં કોન્સર્ટને LIVE નીહાળી શકશો.
આ પણ વાંચો - Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે GIFT-IFI, GIFT-IFIH નું ઉદઘાટન
અમદાવાદમાં કૉન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે
માહિતી અનુસાર, બ્રિટિશ બેન્ડ 'કોલ્ડપ્લે' ને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. આ કોન્સર્ટનું હવે લાઈવ સ્ટ્રીમિંગ (Coldplay LIVE Streamining) કરવામાં આવશે. આથી, જેમને કોન્સર્ટની ટિકિટ નથી મળી તેઓ હવે ઘરે બેસીને કોન્સર્ટને લાઇવ નીહાળી શકશે. જણાવી દઈએ કે, અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) 25-26 જાન્યુઆરીએ કૉન્સર્ટ યોજાવવાનો છે. આ કોન્સર્ટને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - વિકાસના પથ પર અગ્રેસર Gujarat ની છબી ખરાબ કરનારાઓ પર લગામ ક્યારે ?
કોન્સર્ટ પહેલા જ 'કોલ્ડપ્લે' અનેક વાર ચર્ચામાં
જણાવી દઈએ કે, કોન્સર્ટ પહેલા જ 'કોલ્ડપ્લે' અનેક વાર ચર્ચામાં રહ્યું છે. પાર્કિંગની વ્યવસ્થા, ટિકિટની કાળા બજારી અને બાળકોનો સ્ટેજ પર ઉપયોગ ન કરવા સહિતનાં મુદ્દે 'કોલ્ડપ્લે' ચર્ચામાં રહ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર આ કોન્સર્ટમાં લાખ જેટલાં દર્શકો આવશે તો પાર્કિંગ ક્યાં કરશે ? તે સવાલ ઊભો થયો હતો. ત્યાર બાદ શોની ટિકિટને લઈ કાળા બજારી શરૂ થઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે, રાજ્ય જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળકોનો સ્ટેજ પર ઉપયોગ ન કરવા માટે બ્રિટિશ બેન્ડને (British Band) નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો - Amreli: લેટરકાંડ મામલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર