Ahmedabad : બાવળામાં સાંજે 7 વાગે BJP નેતા પર થયો જીવલેણ હુમલો, હોસ્પિટલમાં દાખલ
- અમદાવાદ જિલ્લામાં BJP નેતા જીગ્નેશ પંડ્યા પર હુમલો (Ahmedabad)
- બાવળા તાલુકાના રાજોડા ગામ પાસે બીજેપી નેતા પર થયો હુમલો
- લાકડી અને પાઇપ વડે અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર થયા
- જીગ્નેશ પંડ્યાને બાવળા ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા
Ahmedabad : અમદાવાદ જિલ્લાનાં બાવળા તાલુકામાં (Bavla) ભારતીય જનતા પાર્ટીનાં (BJP) નેતા જીગ્નેશ પંડ્યા પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અજાણ્યા શખ્સો દ્વારા લાકડી અને પાઇપ દ્વારા હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી છે. ભાજપ નેતાને બાવળાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સાંજે 7 વાગ્યાની આસપાસ હુમલો થયો હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ambaji : 'ભાદરવી મહામેળો 2025' ની તારીખો જાહેર, પૂરજોશમાં તૈયારીઓ શરૂ
બાવળા તાલુકાના રાજોડા ગામ પાસે બીજેપી નેતા પર થયો હુમલો
પ્રાથમિક અહેવાલ અનુસારા, અમદાવાદ જિલ્લાનાં (Ahmedabad) બાવળા તાલુકામાં આવેલા રાજોડા ગામ પાસે ભારતીય જનતા પાર્ટીનાં (BJP) નેતા જીગ્નેશ પંડ્યા (Jignesh Pandya) પર કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ નેતા પર લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત ભાજપ નેતા જીગ્નેશ પંડ્યાને બાવળાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Bavla Primary Health Center) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Vadodara Bridge Collapse : મંત્રી રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યુ, પણ સાથે જ આપ્યું આશ્ચર્યજનક નિવેદન!
સાંજે 7 વાગ્યાની આસપાસ ભાજપ નેતા પર થયો હુમલો
માહિતી મુજબ, સાંજે 7 વાગ્યાની આસપાસ ભાજપ નેતા પર કેટલાક શખ્સોએ અચાનક જીવલેણ હુમલો કર્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. જો કે, ભાજપ નેતા જીગ્નેશ પંડ્યા (Jignesh Pandya) પર કોણે હુમલો કર્યો અને કેમ હુમલો કર્યો ? તે હાલ જાણી શકાયું નથી. હાલ, ભાજપ નેતા સારવાર હેઠળ છે. આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ


