Ahmedabad : દૂધ સાગર ડેરી બોનસ કેસમાં આરોપી વિપુલ ચૌધરી સહિત 3 સામે ચાર્જફ્રેમ
- Ahmedabad કોર્ટમાં દૂધ સાગર ડેરી બોનસ કેસમાં ચાર્જ ફ્રેમ
- આરોપી વિપુલ ચૌધરી, આશાબેન ઠાકોર, નિશિત બક્ષી સામે ચાર્જફ્રેમ
- દૂધસાગર ડેરીમાં 14 કરોડનાં બોનસ મામલે કેસ દાખલ થયો હતો
- સમગ્ર કેસમાં 2 હજાર 300 થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા
દૂધ સાગર ડેરી બોનસ કેસમાં (Dudhsagar Dairy Bonus case) મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ કોર્ટમાં (Ahmedabad Court) પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સહિત 3 લોકો સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 14 કરોડનાં બોનસ મામલે કેસ દાખલ થયો હતો. કેસમાં 2,300 થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જ્યારે, 25 હજારથી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરાયાં છે.
આ પણ વાંચો - Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સહિત 3 સામે ચાર્જ ફ્રેમ કરાઈ
મહેસાણા (Mehsana) દૂધ સાગર ડેરી બોનસ કેસ અંગે મોટા સમાચાર આવ્યા છે. આ મામલે, અમદાવાદ (Ahmedabad) કોર્ટમાં કેસ ચાલી જતાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે. અમદાવાદ કોર્ટમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી (Vipul Chaudhary), આશાબેન ઠાકોર અને નિશિત બક્ષી સામે ચાર્જફ્રેમ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં 14 કરોડનાં બોનસ મામલે કેસ (Dudhsagar Dairy Bonus case) દાખલ થયો હતો. માહિતી અનુસાર, આ કેસમાં 2 હજાર 300 થી વધુ સાક્ષીઓની તપાસ કરાઈ હતી. જ્યારે, આ કેસમાં રૂ. 25 હજારથી વધુ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.
આ પણ વાંચો - EXclusive: શું હવે ગુજરાતમાં ટોળું ન્યાય કરશે? મહિલાને અર્ધનગ્ન કરી આપી તાલીબાની સજા!


