Ahmedabad: ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો જન સંવાદ, પ્રજાના પ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લીધી
- ઘાટલોડિયામાં CM Bhupendra Patel નો જન સંવાદ કાર્યક્રમ
- જનતાના પ્રશ્નો અને રજૂઆતોને મુખ્યમંત્રીએ ધ્યાને લીધી
- સમર્પણ ટાવર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો
Ahmedabad: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) એ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા. મુખ્યમંત્રી એ જન સંવાદમાં ભાગ લીધા ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સમર્પણ ટાવર ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
જન સંવાદ કાર્યક્રમ
ઘાટલોડિયાના જન સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહભાગી થયા હતા. તેમણે શાંતિ અને ધીરજપૂર્વક સ્થાનિકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળ્યા હતા. તેઓ ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે સ્થાનિકો સાથે રુબરુ થયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા, જોવા અને રજૂઆતો કરવા ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.
અંદાજીત 100 લોકોએ સમસ્યાઓ રજૂ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સવારે સમર્પણ ટાવર ખાતે પહોંચ્યા હતા જ્યાં સૌથી પહેલા તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ ઘાટલોડિયા વોર્ડમાં આવતી અલગ અલગ સોસાયટીના રહીશોને મળ્યા હતા અને એક બાદ એક જે પણ વ્યક્તિ પોતાની રજૂઆત કરવા આવતા હતા તેમની વાત સાંભળી હતી. લોકો દ્વારા રોડ, પાણી, ગટર, લાઈટ, રોડ પરના ગેરકાયદેસર દબાણો, સોસાયટીઓમાં ગેરકાયદેસર બાંધકામ અને ટ્રાફિકને લઈને રજૂઆત કરી હતી. આ કાર્યકમમાં ઘાટલોડિયા વોર્ડની અંદાજે 300 જેટલી સોસાયટીના લોકોને જાણ કરવામાં આવી હતી જેમાંથી 100 જેટલા લોકો પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. લોકો એક બાદ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા તેઓને સમય ફાળવી અને સાંભળવામાં આવ્યા હતા. બપોરે 3 કલાક બાદ ગોતા વોર્ડમાં સાયન્સ સીટી નજીક આવેલા અધિષ્ઠાન શ્રીયા નામના ફ્લેટમાં ગોતા વિસ્તારના લોકોની રજૂઆત અને સમસ્યાઓને સાંભળશે.
Ahmedabad ના ઘાટલોડિયામાં સીએમનો જનસંવાદ
સમર્પણ ટાવરખાતે સીએમનો જનસંવાદ
જનસંવાદમાં CM Bhupendra Patelએ જનતાના સાંભળ્યા પ્રશ્નો
સીએમ ભૂપેન્દ્ર પટેલ સમર્પણ ટાવર કર્યું વૃક્ષારોપણ | Gujarat First@Bhupendrapbjp @CMOGuj #Gujarat #CMPatel #Ghatlodia #JanSamvad #AhmedabadNews… pic.twitter.com/M9hzsFCfQY— Gujarat First (@GujaratFirst) August 3, 2025
આ પણ વાંચોઃ Vadodara News: MS યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી
વૃક્ષારોપણ
ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ રચાયું હતું. ઘાટલોડિયાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ પણ વૃક્ષારોપણ કર્યુ હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણના જતન માટે વૃક્ષો કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ દેશભરમાં આજે NEET PGની પરીક્ષા ઓનલાઇન પદ્ધતિ થકી સિંગલ સેશનમાં યોજાશે


