Ahmedabad: વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે
- 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- હોલ ટિકિટ, ખાખી સ્ટીકર, CCTV સાથે લેવાશે પરીક્ષા
- વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કરવા પરીક્ષાનું આયોજન
Ahmedabad: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના દિવસો નજીક છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ખાસ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમવાર બોર્ડ પરીક્ષા આપવા જતા હોય છે. જેથી આ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો અનુભવ થાય તે માટે આ પ્રયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો, શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે?
10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે
નોંધનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જેમાં ધોરણ 10ના વિધાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષાનો માહોલ અનુભવતા હોય છે, તે પહેલા બોર્ડની પરીક્ષામાં કેવી રીતે માહોલ હોય, વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો: Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન
વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ન રહે તે માટે ખાસ આયોજન
વિગતે વાત કરવામાં આવે તો, આ પરીક્ષાની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષામાં જે વાતાવરણ હોય છે અને જે પદ્ધતિથી લેવામાં આવે છે. એટલે કે પરીક્ષા માટે હોલ ટિકિટ, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર અને સીસીટીવી મોનીટરીંગ સાથે પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ન રહે. અમદાવાદ અને ગ્રામ્ય મળી અંદાજે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ
આ પણ વાંચો: Narmada Parikram: મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરી પરિક્રમા, નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા ભક્તો