Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શહેરમાં વરસાદ વિના પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત,જાનહાનિ થઈ તો જવાબદાર કોણ?

Ahmedabad: મનપા માત્ર લોકોના પૈસાનું પાણી કરી રહીં છે. અમદાવાદ શહેરમાં હવે વરસાદ હોય કે ન હોય પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.
ahmedabad  શહેરમાં વરસાદ વિના પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત જાનહાનિ થઈ તો જવાબદાર કોણ
Advertisement
  1. નવરંગપુરા વિસ્તારના વિજય ચાર રસ્તા પર જ ભુવો પડ્યો
  2. કોમર્સ છ રસ્તાથી વિજય ક્રોસ રોડ પર જ મોટો ભુવો પડ્યો
  3. ભૂવો પડવાના કારણે વાહન ચાલકો પરેશાન

Ahmedabad: અમદાવાદમાં હવે વિકાસ માત્ર નામનો જ હોય એવું લાગી રહ્યું છે. મનપા હવે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહી હોય તેવા કામ કામ કરે છે. ના તા શહેરમાં રસ્તાનું ઠેકાણું છે અને ના તો ઓવરબ્રિજનું! મનપા માત્ર લોકોના પૈસાનું પાણી કરી રહીં છે. અમદાવાદ શહેરમાં હવે વરસાદ હોય કે ન હોય પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. નવરંગપુરા વિસ્તારના વિજય ક્રોસ રોડ પર જ ફરી એકવાર ભુવો પડ્યો છે. આખરે કેમ મનપા કામ કરવાના નામે માત્ર પૈસાનું પાણી કરે છે?

આ પણ વાંચો: Gujarat: PMJAY યોજનામાં કૌભાંડોની વણઝાર બાદ આખરે નવા નિયમો બનાવાયા, વાંચો સંપૂર્ણ અહેવાલ

Advertisement

બે મહિના પહેલા પણ ખોદકામ કરવામાં આવ્યું હતું,જે બાદ ભુવો પડ્યો

આશ્ચર્યની અને મોટી વાત એ છે કે, અહીં નવરંગપુરા વિસ્તારના વિજય ક્રોસ રોડ જે ભુવો પડ્યો છે, ત્યાં બે મહિના પહેલા જ પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જે લાંબો સમય ચાલ્યુ અને ફરી એકવાર હવે તેની નજીક ભુવો પડ્યો છે. જેના કારણે લોકો પરેશાન થવાનો વારો આવ્યો છે. મુખ્ય રસ્તો છે, જેથી અહીં દિવસ દરમિયાન સતત વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ સવારના સમયે અને સાંજના સમયે પિક અવર્સ હોય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે. તેવામાં મુખ્ય ચાર રસ્તા પાસે જ ભુવો પડવાના કારણે લોકોની પરેશાની વધી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની કરી હતી લાખો રૂપિયાની ઠગાઈ, પોલીસે કરી ધરપકડ

કોઈ જાનહાનિ થઈ તો કોણ જવાબદાર રહેશે?

અમદાવાદ શહેરમાં અત્યારે છાસવારે ભુવો પડવાની ઘટના સામે આવી રહીં છે. અત્યારે તો ચોમાસું પણ નથી કે વરસાદના કારણે ભુવો પડે, અહીં તો શિયાળામાં પણ ભુવા પડી રહ્યાં છે. હવે આવી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ તો કોણ જવાબદાર રહેશે? અમદાવાદ શહેરમાં રહેવા માટે ભારતભરમાંથી લોકો આવતા હોય છે પરંતુ શહેરના રસ્તાઓ અત્યારે ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યાં છે. શહેરમાં છાસવારે પડતા ભુવા મનપાની કામગીરી પર સવાલ પેદા કરે છે.

આ પણ વાંચો: AIBE Exam: ફરી એકવાર દેશના ભાવિ સાથે રમત રમાઈ! AIBE દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ

Tags :
Advertisement

.

×