Ahmedabad: કોલ્ડપ્લે કોન્સર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો
- કોન્સર્ટ માટે પાર્કિંગની વ્યવસ્થા જ ન હોવાનો દાવો!
- બૂક માય શૉ પર પાર્કિંગ વ્યવસ્થા ન હોવાનો દાવો
- ટિકિટ ખરીદનારાને પબ્લિક ટ્રાન્સપૉર્ટ યુઝ કરવા કહ્યું
Coldplay concert: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જેમાં કોન્સર્ટ માટે પાર્કિંગની વ્યવસ્થા જ ન હોવાનો દાવો! બૂક માય શૉ પર પાર્કિંગ વ્યવસ્થા ન હોવાનો દાવો છે. ટિકિટ ખરીદનારાને પબ્લિક ટ્રાન્સપૉર્ટ યુઝ કરવા કહ્યું છે. અમદાવાદમાં 25-26 જાન્યુઆરીએ કોન્સર્ટ યોજાવાનો છે. હજારો રૂપિયાની ટિકિટ છતાં પાર્કિંગની વ્યવસ્થા નહીં? લાખ જેટલા દર્શકો આવશે તો પાર્કિંગ ક્યા કરશે તે સવાલ સામે આવી રહ્યો છે.
કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈ આયોજકોને નોટિસ અપાઇ
કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈ આયોજકોને નોટિસ અપાઇ છે. જેમાં બાળ સુરક્ષા આયોગના જિલ્લા યુનિટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે જિલ્લા સુરક્ષા એકમ તરફથી આયોજકોને નોટિસ ફટકારાઇ છે તેમાં કોન્સર્ટના કારણે બાળકો પર થતી અસરને જોતા કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ આરોગ્ય સમાજ સુરક્ષા વિભાગ બાળકો માટે કામ કરે છે જેમાં બાળકોના હીત માટે કામ થાય તે જરૂરી છે. બાળકોને થતી શારીરિક અને માનસિક અસરના કારણે આ જરૂરી છે જેમાં આ અવાજ 120 ડિસેબલથી વધુ હોય છે તો બાળકોના કારણે અવાજ નીચે રાખવો જોઈએ.
કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં
આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. જેમાં કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર બે કલાકમાં જ 'SOLD OUT' થઈ ગઈ હતી. અંદાજે અઢી લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે. દુનિયામાં ધૂમ મચાવનાર કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં થવાનો છે. જોકે, કોન્સર્ટ પહેલા જ ફેમસ બ્રિટિશ બેન્ડને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત જિલ્લા બાળ સુરક્ષા યુનિટે નોટિસ જારી કરી છે. આ નોટિસમાં લીડ સિંગર ક્રિસ માર્ટિનનો સમાવેશ કરતા બેન્ડને પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર બાળકોને સામેલ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડપ્લેના કોન્સર્ટ પહેલા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આયોજકોને સૂચના ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
બાળકો માટે ખાસ માર્ગદર્શિકા આપી આયોજકોને આદેશ આપવામાં આવ્યા
બાળકો માટે ખાસ માર્ગદર્શિકા આયોજકોને આદેશ આપવામાં આવ્યા છે કે કાનૂની સુરક્ષા માટે કોઈ પણ બાળક ઈયરપ્લગ વગર કોન્સર્ટમાં પ્રવેશે આપવામાં ન આવે. યુનિટે ચેતવણી પણ આપી છે કે 120 ડેસિબલથી ઉપરનો અવાજ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સૂચનાઓનું પાલન ન કરવા બદલ આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. ચંદીગઢના રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નોટિસ જારી કરવામાં આવી છે. કોલ્ડપ્લે નવ વર્ષ પછી ભારતમાં ધમાલ મચાવશે ભારતમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ નવ વર્ષ બાદ એટલે કે અગાઉ 2016માં યોજાયો હતો. ફેન્સ બેન્ડના પર્ફોર્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલમાં જ બાળકો અને પ્રેક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. જે આયોજકો માટે સંકટના વાદળ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Gujarat: કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી, બંને કલાકારોની ઝાટકણી કાઢી


