Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટથી ઝટકો
- કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી
- પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી હતી આગોતરા જામીન અરજી
- હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના જમાઈએ કરી હતી અરજી
Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટથી ઝટકો મળ્યો છે. જેમાં કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી છે. તેમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના જમાઈએ અરજી કરી હતી તેમાં ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ વતી અરજી કરાઈ હતી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ છે તેમાં ભોગ બનનાર 15 અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી થઇ છે. તેમજ અત્યાર સુધીમાં માત્ર 1 જ ફરિયાદ નોંધવામાં આવી છે. તથા હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓની એન્જિઓગ્રાફિ કરાઈ હતી તથા અન્ય 10 દર્દીઓની એન્જિઓપ્લાસ્ટી કરાઈ હતી.
ઓપરેશન બાદ દર્દીઓને કોઈના કોઈ તકલીફ આવી રહી છે
ઓપરેશન બાદ દર્દીઓને કોઈના કોઈ તકલીફ આવી રહી છે. અત્યાર સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન લેવામાં આવ્યા નથી. તાજેતરમાં જ આ કાંડમાં વધુ બે નામ સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) તપાસમાં CEO રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું હતુ. તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે. માહિતી અનુસાર, મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati Hospital) તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂત સિવાય CEO રાહુલ જૈન (Rahul Jain) અને મિલિંદ પટેલની (Milind Patel) મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અનુસાર, કેમ્પનું આયોજન કરીને દિવસનાં 3 થી 4 ઓપરેશન કરતા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ સ્ટાફમાં અનેક લોકોનાં પગાર નહીં ચૂકવતા તેઓ નોકરી છોડી ગયા હતા.
વર્ષ 2022માં ઓપરેશન બાદ થયેલ મોત અંગે પણ ફરીથી તપાસ કરાશે
ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં જાણવા મળ્યું છે કે, PMJAY લાભ લેવા માટે પરવાનગી સરળતાથી મળી જતી હતી. ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) હોસ્પિટલમાંથી 4 કેમ્પના રજિસ્ટર પણ મળી આવ્યા છે. હવે, ક્રાઇમ બ્રાન્ચે મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે તપાસ આદરી છે. સાથે આરોપીઓ અને હોસ્પિટલનાં બેન્ક એકાઉન્ટ સિઝ કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં આર્થિક કૌભાંડની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે CAની નિમણૂક કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. વર્ષ 2022માં ઓપરેશન બાદ થયેલ મોત અંગે પણ ફરીથી તપાસ કરાશે.
આ પણ વાંચો: Ahmedabad: કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈ આયોજકોને નોટિસ અપાઇ


