ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દહેજ ભૂખ્યા સાસરિયા અને લંપટ સસરો, પરિણીતાએ ખખડાવ્યા પોલીસના દ્વાર

શિક્ષિત પરિવારમાં દહેજના દાનવોઅમદાવાદના પોશ ગણાતા એવા નારણપુરા વિસ્તારમાં શિક્ષિત પરિવારમાં દહેજ ભૂખ્યા દાનવોએ પરિણીતાને શારીરિકઅને માનસિક ત્રાસ આપ્યો તો પિતા સમાન સસરાએ પોતાની જ પુત્રવધૂ પર નજર બગાડી અને છેડતી કરી. છેવટે કંટાળેલી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.દહેજમાં 50 લાખ રૂપિયાની માગફરિયાદી યુવતીએ શહેરના નારણપુરામાં રહેતા યુવક સાથà
11:34 AM Feb 08, 2022 IST | Vipul Pandya
શિક્ષિત પરિવારમાં દહેજના દાનવોઅમદાવાદના પોશ ગણાતા એવા નારણપુરા વિસ્તારમાં શિક્ષિત પરિવારમાં દહેજ ભૂખ્યા દાનવોએ પરિણીતાને શારીરિકઅને માનસિક ત્રાસ આપ્યો તો પિતા સમાન સસરાએ પોતાની જ પુત્રવધૂ પર નજર બગાડી અને છેડતી કરી. છેવટે કંટાળેલી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.દહેજમાં 50 લાખ રૂપિયાની માગફરિયાદી યુવતીએ શહેરના નારણપુરામાં રહેતા યુવક સાથà
શિક્ષિત પરિવારમાં દહેજના દાનવો
અમદાવાદના પોશ ગણાતા એવા નારણપુરા વિસ્તારમાં શિક્ષિત પરિવારમાં દહેજ ભૂખ્યા દાનવોએ પરિણીતાને શારીરિક
અને માનસિક ત્રાસ આપ્યો તો પિતા સમાન સસરાએ પોતાની જ પુત્રવધૂ પર નજર બગાડી અને છેડતી કરી. છેવટે 
કંટાળેલી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
દહેજમાં 50 લાખ રૂપિયાની માગ
ફરિયાદી યુવતીએ શહેરના નારણપુરામાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પહેલા યુવકના સાસરિયાઓએ 50 લાખ રૂપિયાના કરિયાવરની માગ કરી હતી. ત્યારબાદ લગ્નના ત્રણ મહિનામાં ઘરકામ બાબતે મહિલાને શારીરિક અને
માનસિક ત્રાસ આપવામાં આવ્યો. સસરા અપશબ્દો બોલતા હોય તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.મહિલાએ તેના પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હેવાન પતિ
ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યા છે કે તેનો પતિ અસ્લીલ વીડિયો જોઈને શારીરિક સંબંધો બાંધવા દબાણ
કરતો હતો. મહિલાએ પોતાના સસરા પર પણ શારીરિક અડપલાં કરવાના આક્ષેપ કર્યા છે. મહિલાએ પતિને તેના 
સસરાની હરકત વિશે જાણ કરતા મહિલાના પતિએ તેને માર માર્યો હતો. પરિવારજનોના ત્રાસથી કંટાળીને મહિલા
પિયર જતી રહી હતી. પશ્ચિમ મહિલા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 
Tags :
CrimedowryGujarat
Next Article