Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નાઇજિરિયાના પૂર્વ વિદેશમંત્રી સાથે પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે

ગુજરાત યુનિવર્સિટીનાં અધ્યાપકો અને કુલપતિ સાથે નાઇજિરિયાનાં પ્રતિનિધિ મંડળની (Nigerian Delegation) બેઠક પણ યોજાઈ હતી.
ahmedabad   નાઇજિરિયાના પૂર્વ વિદેશમંત્રી સાથે પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે
Advertisement
  1. નાઇજિરિયાનાં પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી (Ahmedabad)
  2. નાઇજિરિયાનાં પૂર્વ વિદેશમંત્રી, તેમનાં પત્ની પણ યુનિ.ની મુલાકાતે આવ્યા
  3. યુનિ.માં અભ્યાસ કરતા નાઇજિરિયન વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

Ahmedabad : આજે નાઇજિરિયાનાં ભૂતપૂર્વ વિદેશમંત્રી (Nigerian Foreign Minister) અને તેમના પત્ની સાથેનું પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યું હતું. દરમયિાન, ગુજરાત યુનિવર્સિટીનાં (Gujarat University) કુલપતિ નીરજા ગુપ્તા (Neerja Gupta) એ ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીનાં અધ્યાપકો અને કુલપતિ સાથે નાઇજિરિયાનાં પ્રતિનિધિ મંડળની (Nigerian Delegation) બેઠક પણ યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધુ ગાઢ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો -VADODARA : વિશ્વામિત્રી નદીમાં મહિલાએ ભૂસકો માર્યો, સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ મુકાઇ

Advertisement

Advertisement

નાઇજિરિયાનાં પૂર્વ વિદેશમંત્રી, તેમનાં પત્ની પણ યુનિ.ની મુલાકાતે આવ્યા

આજે ગુજરાત યુનિવર્સિટીમાં નાઇજિરિયાનાં ભૂતપૂર્વ વિદેશમંત્રી જ્યોફરી ઓર્યમાજી, તેમનાં પત્ની સુલોલા જ્યોફરી સાથેનું પ્રતિનિધિ મંડળ મુલાકાતે આવ્યું હતું. યુનિ.નાં કુલપતિ અને અધ્યાપકો સાથે નાઇજિરિયાનાં પ્રતિનિધિ મંડળની (Nigerian Delegation) બેઠક થઈ હતી, જેમાં બંને દેશોનાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં નાઇજિરિયાનાં 10 વિધાર્થીઓ આભ્યાસ કરે છે. તેમની સાથે પણ અનુભવ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ડેલિગેશન પોતાનાં દેશનાં વિધાર્થીને મળી ગુજરાત યુનિવર્સિટી અને નાઇજિરિયા વચ્ચે શૈક્ષણિક સંબંધો જળવાય અને પ્રગતિ થાય તે હેતુંથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો -Fake Call Centre : રાજ્ય પોલીસને દોડાવનારી અમદાવાદની ઘટના પાછળ ગેરકાયદેસર કોલ સેન્ટર સહિત મોટી લેણદેણ કારણભૂત

યુનિ.માં અભ્યાસ કરતા નાઇજિરિયન વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

નોંધનીય છે કે, ઇસ્ટ આફ્રિકામાંથી ઘણા લોકો અભ્યાસ માટે ભારત આવવા માંગે છે અને યુનિવર્સિટી (Gujarat University) આવા વિધાર્થીઓને આવકારે છે. અહીં, ખાસ સુરક્ષા અને અભ્યાસની અનુકૂળતા સારી છે. અહી, નાઇજિરિયાથી વધુ વિધાર્થીઓ આવે અને ગુજરાતમાં (Ahmedabad) અભ્યાસ લઈ પોતાની અને તેમના દેશની પ્રગતિમાં જોડાય તે હેતુંથી પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટી કાતે આજે મુલાકાત આવ્યું હતું. ડેલિગેશને સંતોષ વ્યક્ત કર્યો હતો અને આગતાસ્વાગતા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : સચિન કડીયા, અમદાવાદ

આ પણ વાંચો - Gujarat ACB : 30 હજારની લાંચ સ્વીકારતો નાયબ મામલતદાર એસીબીના હાથે ઝડપાયો

Tags :
Advertisement

.

×