ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : શું ખરેખર ગુજરાત યુનિ. માં મંત્રી ઋષિકેશ પટેલને દારૂની બોટલ મળી? Video વાઇરલ

યુનિવર્સિટી પરિષરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને એક નાની ખાલી બોટલ મળી આવી હતી...
04:23 PM Sep 25, 2025 IST | Vipul Sen
યુનિવર્સિટી પરિષરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને એક નાની ખાલી બોટલ મળી આવી હતી...
Rushikesh Patel_Gujarat_first
  1. ગુજરાત યુનિ. માં સફાઈ માટે પહોંચેલા મંત્રીના હાથ લાગી બોટલ (Ahmedabad)
  2. સફાઈ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલને ખાલી બોટલ મળી
  3. NSUI એ ખાલી બોટલ દારૂની હોવાનો આરોપ લગાવ્યો
  4. સ્વછતા અભિયાન માટે યુનિ. પરિસરમાં પહોંચ્યા હતાં મંત્રી

Ahmedabad : ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં સફાઈ અભિયાન (Safai Abhiyan) હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, અમદાવાદમાં આવેલી જાણીતી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) સફાઈ અભિયાન હેઠળ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) પહોંચ્યા હતા. યુનિવર્સિટી પરિષરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને એક નાની ખાલી બોટલ મળી આવી હતી, જેનો વીડિયો સામે આવતા NSUI એ આ ખાલી બોટલ દારૂની હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો - Gandhinagar: બહિયલ ગામમાં ગરબા શરૂ થતા હિંસા ફાટી નીકળી, જુઓ ઘટનાનો Video

ગુ.યુનિ. માં સફાઈ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલને ખાલી બોટલ મળી

અમદાવાદમાં (Ahmedabad) સફાઈ અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમને લઈ મંત્રી ઋષિકેશ પટેલ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે સફાઈ કરવા પહોંચ્યા હતા. દરમિયાન, તેમની સાથે પાર્ટીનાં અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. યુનિવર્સિટીનાં પરિસરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને (Rushikesh Patel) એક ખાલી બોટલ મળી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં લોકો બોટલને લઈ અલગ-અલગ તર્ક આપી રહ્યા છે. જ્યારે, NSUI એ આ ખાલી બોટલ દારૂની હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને આ મામલે યુનિવર્સિટી તંત્ર અને સરકાર પાસે જવાબ પણ માગ્યો છે.

આ પણ વાંચો - Dahod : શાળામાં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડી, થયું મોત!

Ahmedabad માં સફાઈ અભિયાન, CM એ ભદ્રકાળી મંદિર પરિસર બહાર કરી સફાઈ

જણાવી દઈએ કે, રાજ્યમાં ચાલી રહેલા સફાઈ અભિયાન (Safai Abhiyan) અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ભદ્રકાળી મંદિરે દર્શન કરી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. નવરાત્રિ પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિર પરિસરની બહાર સાફ-સફાઈ કરી હતી. દરમિયાન, સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિકો, નાગરિકો, સેવાભાવિ સંસ્થાના લોકો પણ જોડાયા હતા.

આ પણ વાંચો - Dehgam Riots : 'આઈ લવ મોહમ્મદ' ના નામે હવે ગુજરાતમાં છમકલું! પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા!

Tags :
# Bhadrakali TempleAhmedabadCleanliness DriveCM Bhupendra PatelGUJARAT FIRST NEWSGujarat universityNSUIRushikesh PatelRushikesh Patel Viral VideoSafai AbhiyanTop Gujarati News
Next Article