Ahmedabad: ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
- Ahmedabad: ખોટા પ્રમાણપત્ર બનાવનાર વકીલનો પોલીસે કર્યો પર્દાફાશ
- 9 ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી
- ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
Ahmedabad: અમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ સામે આવ્યા છે. જેમાં ખોટા પ્રમાણપત્ર બનાવનાર વકીલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 9 ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કુલ 3 આરોપીની ગાયકવાડ પોલીસે ધરપકડ કરી છે. જેમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્ર બનાવનાર વકીલનો ગાયકવાડ પોલીસ સ્ટેશને પર્દાફાશ કર્યો છે.
3 આરોપીની ગાયકવાડ પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી
ગાયકવાડ હવેલી વિસ્તારમાં જન્મ મરણ વિભાગના અધિકારીઓનું ખોટું પ્રમાણ પત્ર કાઢવાની ફરિયાદ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી અને તપાસ કરતા સામે આવ્યું કે એક વકીલ છે ઇમરાન કાઝી નામનો જે ખોટા જન્મ મરણના પ્રમાણ પત્રો નામદાર હાઇકોર્ટના નામે બનાવી આપતો હોય તેવું તેનું કૌભાંડ સામે આવ્યું છે. જ્યારે પોલીસે તપાસ કરી તો અત્યાર સુધીમાં 9 ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. આ બાબતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને જેમાં કુલ 3 આરોપીની ગાયકવાડ પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
Ahmedabad: કુલ 238 હુકમો સામે 9 હુકમો ખોટા થયા હતા
તપાસમાં ખુલ્યું છે કે 20 સપ્ટેમ્બર ખોટું પ્રમાણપત્રમાં ઈરફાન કાઝી અને અન્ય 3 આરોપીને પકડવામાં આવ્યા હતા. ખોટા પ્રમાણપત્ર કૌભાંડમાં આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ઇમરાન કાઝી હજુ પણ અન્ય ગુનામાં હાલ જેલમાં છે. આ બાબતે પોલીસે તપાસ કરતા કુલ 238 હુકમો સામે 9 હુકમો ખોટા થયા હતા અને જેમાંથી અરજણભાઈ ભરવાડ, શબ્બીર શેખ, અલ્લાઉદિન શેખ આ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
50 હજાર રૂપિયામાં ખોટા પ્રમાણપત્ર કાઢી આપતો તેવો ખુલાસો થયો
વધુ પૂછપરછમાં નામદાર કોર્ટના ખોટા હુકમો કર્યા તે મુખ્ય સૂત્રધાર ઇરફાન કાઝી ( વકીલ) છે અને તમામ પૂછપરછમાં મિલકત મેળવવા માટે તેઓ મરણ ગયા પછી પણ કોઈએ પ્રમાણપત્ર મેળવ્યું ન હોય તેવા પ્રમાણપત્રો આપતા હતા. ખોટા પ્રમાણપત્ર નામદાર કોર્ટના નામે વકીલ ઇમરાન કાઝીએ બનાવી આપ્યા હતા. ઇમરાન કાઝી (વકીલ) આ કામ માટે 50 હજાર રૂપિયામાં ખોટા પ્રમાણપત્ર કાઢી આપતો તેવો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: USA: બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા સમયે બની ફાયરિંગની ઘટના, 2 લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત


