Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રૂપાલી સિનેમા પાસે ગમખ્વાર અકસ્માત, AMTS બસની અડફેટે વૃદ્ધનું મોત

વૃદ્ધ રૂપાલી સિનેમા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એએમટીએસ બસે વૃદ્ધને અડફેટે લીધા હતા.
ahmedabad   રૂપાલી સિનેમા પાસે ગમખ્વાર અકસ્માત  amts બસની અડફેટે વૃદ્ધનું મોત
Advertisement
  1. Ahmedabad નાં રૂપાલી સિનેમા પાસે અકસ્માતની ઘટના
  2. ભુપેન્દ્ર શાહ નામના વૃદ્ધનું અક્સ્માતમાં મોત
  3. AMTS બસ અડફેટે અકસ્માત થતા ઘટનાસ્થળે જ મોત થયું
  4. પસાર થઈ રહેલ વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત થયું

Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. રૂપાલી સિનેમા (Rupali Cinema) પાસે AMTS બસની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. વૃદ્ધને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલા વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ મામલે ટ્રાફિક પોલીસે (Traffic Police) ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Seventh Day School : AMC ની તપાસમાં મોટો ઘટસ્ફોટ, લીઝ કરારનો થયો ભંગ!

Advertisement

Ahmedabad માં રૂપાલી સિનેમાની પાસે વૃદ્ધને AMTS બસે અડફેટે લીધા

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં (Ahmedabad ) ફરી એકવાર AMTS બસે કહેર વર્તાવ્યો છે. રૂપાલી સિનેમાની પાસે એએમટીએસ બસની અડફેટે આવતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. વૃદ્ધ રૂપાલી સિનેમા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એએમટીએસ બસે વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અક્સમાતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Bachu Khabad : સરકારી કાર્યક્રમો બાદ હવે વિધાનસભાનાં ચોમાસું સત્રથી પણ રખાશે દૂર!

માથાનાં ભાગે ગંભીર ઇજાઓનાં કારણે વૃદ્ધનું મોત

જો કે, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ માથાનાં ભાગે ગંભીર ઇજાઓનાં કારણે વૃદ્ધનું મોત નીપજ્યું. આ અકસ્માત અંગે જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક વૃદ્ધની ઓળખ ભૂપેન્દ્ર શાહ તરીકે થઈ છે. પોલીસ મૃતક વૃદ્ધના પરિવારને સંપર્ક કરવાની અને મૃતદેહને પીએમ અર્થે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, CCTV ફૂટેજ અને નજરે જોનારા સાક્ષીઓનાં નિવેદનો એકત્રિત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.

આ પણ વાંચો - Ahmedabad : Gujarat University માં તોડફોડ, ફર્નિચર, કોમ્પ્યુટર, દરવાજો તોડ્યા!

Tags :
Advertisement

.

×