Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પં.બંગાળનાં મહિલા દર્દી સિવિલમાં બ્રેઇનડેડ થયા, 1 લીવર, 2 કિડની, 2 આંખનું દાન

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 198 અંગદાતાઓ થકી કુલ 648 અંગોનું દાન મળ્યું છે...
ahmedabad   પં બંગાળનાં મહિલા દર્દી સિવિલમાં બ્રેઇનડેડ થયા  1 લીવર  2 કિડની  2 આંખનું દાન
Advertisement
  1. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થતાં કુલ 198 મું અંગદાન થયું (Ahmedabad)
  2. મૂળ પશ્ચિમ બંગાળનાં ગોલાપીબેન બિશ્વાસ હૃદયની તકલીફ થતાં સિવિલમાં દાખલ કરાયા હતા
  3. સઘન સારવાર બાદ પણ સ્વસ્થ ન થતા અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા
  4. પરિવારની સંમતિ બાદ અંગદાનનો નિર્ણય, એક લીવર, બે કિડની, બે આંખનું દાન
  5. અત્યાર સુધીમાં સિવિલમાં 198 અંગદાતાઓ થકી 648 અંગનું દાન, 629 લોકોને નવજીવન

Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) અંગદાનની યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. અંગદાન થકી જરૂરિયાતમંદને નવજીવન મળે એ દિશામાં કામગીરી થઈ રહી છે. 29 જૂનના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 198 મું અંગદાન થયું છે. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળનાં ઉતર દિનાજ્પુરનાં રહેવાસી ગોલાપીબેન બિશ્વાસને હૃદયની તકલીફ હતી આથી, સારવાર માટે રતલામ જે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તારીખ 23 મે, 2026 ના રોજ વધુ તબિયત બગડતા સિટી સ્કેન કરાવતા મગજમાં હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેમને 25 મે, 2025 ના રોજ વધુ સારવાર અર્થે પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.

આ પણ વાંચો - Junagadh : કેશોદ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ, ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને GST નો વિરોધ

Advertisement

બ્રેઇનડેડ થતાં દર્દીનાં એક લીવર, બે કિડની, બે આંખનું દાન

અહીં, લગભગ 72 થી વધુ કલાકોની સધન સારવારના અંતે તેમને હોસ્પિટલનાં તબીબો દ્વારા 28 મે, 2025 ના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીનાં સ્વજનોને બ્રેઇન ડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પુત્ર અશોકભાઇએ માતા ગોલાપીબેન બિશ્વાસનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. બ્રેઇનડેડ ગોલાપીબેન બિશ્વાસનાં (Golapiben Biswas) અંગદાનથી મળેલ એક લીવર તેમ જ બે કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. બે આંખોનું પણ દાન (Organ Donation) મળ્યું, જેને એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : નભોઈ કેનાલમાં કાર ખાબકી, યુવક, યુવતી સહિત ત્રણના મોત, ત્રીજો મૃતદેહ મળી આવ્યો

198 અંગદાતાઓ થકી 648 અંગોનું દાન

સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં અત્યાર સુધીમાં કુલ 198 અંગદાતાઓ થકી કુલ 648 અંગોનું દાન (Organ Donation) મળેલ છે, જેમાં 173- લીવર, 360-કિડની, 13- સ્વાદુપિંડ, 62-હૃદય, 32- ફેફસા, 6- હાથ, 2-નાના આંતરડાનો સમાવેશ થાય છે. ઉપરાંત, સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધી માં 21 જેટલી ચામડીનું પણ દાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ 198 માં અંગદાન સાથે આજ દિન સુધી 629 જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઊમેર્યું હતું.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી

Tags :
Advertisement

.

×