Ahmedabad: શહેરના હિમાલયા મોલમાં લાગી આગ, ચોથા માળે શોર્ટ સર્કિટ
- ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે
- આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ શરૂ
- એસીના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
અમદાવાદ શહેરના હિમાલયા મોલમાં આગનો બનાવ બન્યો છે. જેમાં હિમાલયા મોલના બીજા માળે આગ લાગી છે. તેમાં એ.સીના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. ત્યારે ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઇ છે. તેમજ આગને કાબુમાં લેવાના પ્રયાસ થઇ રહ્યાં છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં અચાનક આગ લાગી
હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં અચાનક આગ લાગી હતી. જેમાં આગ લાગતા જ દોડધામ મચી હતી. તથા આગની માહિતી મોલમાં મળતા જ હાજર ગ્રાહકો અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગલા લાગ્યા હતા. મોલમાં આવેલા થિયેટરમાં મુવી જોઈ રહેલા લોકો ડરી ગયા હતા.
આ અગાઉ પણ આ હિમાલયા મોલમાં આગની ઘટના બની હતી
મોલમાં હાજર સૌ કોઈ બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જણાવી દઈએ કે, આ અગાઉ પણ આ હિમાલયા મોલમાં આગની ઘટના બની હતી.
આ પણ વાંચો: ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી


