Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરમાં લાગી આગ, AC માં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન

અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા સુભાષચોક પાસે પૂર્વી ટાવરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ આગના ટાવરના 9મા માળે લાગી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ લાગી તે પહેલા ધડાકાનો અવાજ સંભળાયો હતો.
ahmedabad   સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરમાં લાગી આગ  ac માં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન
Advertisement
  • સુભાષ ચોક પાસે પુર્વી ટાવરમાં આગ
  • આગ લાગતા પહેલા ધડાકાનો સંભળાયો હતો અવાજ
  • AC માં બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન
  • આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે
  • હાલ કોઈ જાનહાનીના સમાચાર નહીં

Ahmedabad : અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા સુભાષચોક પાસે પૂર્વી ટાવરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ આગના ટાવરના 9મા માળે લાગી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ લાગી તે પહેલા ધડાકાનો અવાજ સંભળાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, AC માં બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન છે.

આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળે

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ લાગવાની ઘટના બાદથી આખો રોડ એક તરફનો બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ પણ પહોંચી ગઇ છે. બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

20થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ

અમદાવાદમાં થયેલી આ આકસ્મિક પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની ચુસ્ત કાર્યવાહી દ્વારા 20થી વધુ લોકોનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાઇડ્રોલિક પ્લેટફોર્મ કમ સ્નોર્કલની મદદથી 8 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા, જ્યારે 12થી 15 લોકોને સીડી દ્વારા સલામત રીતે ઉતારવામાં આવ્યાં. જેમાં 2 બાળકો અને 1 મહિલા સહિત કુલ 4 લોકોને સીધી રીતે સીડી વડે ઉતારવામાં આવ્યા હતા. તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની જાનહાનીની જાણ નથી.

આ પણ વાંચો :  Ahmedabad Fire Accident : હાંસોલમાં ફ્લેટમાં આગ લાગતાં જીવ બચાવવા કુદકો માર્યો !

Tags :
Advertisement

.

×