Ahmedabad: શહેરમાં આ તારીખથી યોજાશે ફ્લાવર શો, રૂ.500માં ખાસ લાઈનથી પ્રવેશ અપાશે
- CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફ્લાવર શો(Flower show)ને ખુલ્લો મુકાશે
- સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ.70 પ્રવેશ ફી લેવાશે
- શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે
Ahmedabad માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મુકાશે. જેમાં 3 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ફ્લાવર શો (Flower show) યોજાશે તેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન રૂપિયા 70 પ્રવેશ ફી લેવાશે. તેમજ શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે. તથા સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં રૂ.500 ફી આપી ખાસ લાઈનમાં પ્રવેશ અપાશે. તથા ફ્લાવર શો (Flower show)ની સમય મર્યાદામાં વધારો થઇ શકે છે.
આજે શરૂ થનારો ફ્લાવર શો (Flower show) હવે 3જી જાન્યુઆરીથી શરૂ થશે
અમદાવાદમાં આજે શરૂ થનારો ફ્લાવર શો (Flower show) હવે 3જી જાન્યુઆરીથી શરૂ થશે. કારણ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો, જે પછી તમામ કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ફ્લાવર શો પણ સામેલ હતો. જેમાં આ અંગે એએમસીએ તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. ફ્લાવર શો 2025માં રૂપિયા 15 કરોડ ખર્ચ થશે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો (Flower show)નું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શોનું ખાસ આયોજન થઇ રહ્યું છે. જેમાં દર વર્ષે શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ફ્લાવર શોનો આનંદ લેવા પહોંચે છે.
આ પણ વાંચો: Ahmedabad: હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો,પનીરની શબ્જીમાંથી ચિકન નીકળ્યું
લોકોમાં ફ્લાવર શો (Flower show)એ અલગ જ આર્કષણ ઉભુ કર્યું છે
અમદાવાદના આ ફ્લાવર શો (Flower show)માં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આર્કષણ ઉભુ કર્યું છે. શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ખુલાસો, ઓપરેશન બાદ દર્દીઓને વિવિધ તકલીફો આવી


