Ahmedabad : સેવન્થ ડે શાળાનાં પૂર્વ શિક્ષકે લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- સ્કૂલમાં પહેલાથી જ..!
- Ahmedabad ની સેવન્થ ડે શાળાનાં પૂર્વ શિક્ષકે લગાવ્યા ગંભીર આરોપ
- શાળામાં પહેલાથી જ ચાલે છે ગેરકાયદે પ્રવૃત્તિ : પૂર્વ શિક્ષક
- "સિલેબસ વિનાની ખ્રિસ્તી સમુદાયની બાબત ભણાવાય છે"
- શાળામાં લાયકાત વિનાના શિક્ષકો છે : પૂર્વ શિક્ષક
- ગેરરીતિ બાબતે અવાજ ઉઠાવ્યો તો પરેશાન કર્યો : પૂર્વ શિક્ષક
Ahmedabad : ખોખરા અને નિકોલ વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) નોકરી કરી ચૂકેલા પૂર્વ શિક્ષકે શાળા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. શાળામાં પહેલાથી જ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો પૂર્વ શિક્ષકે આરોપ લગાવ્યો છે. સાથે જ આક્ષેપ કર્યો કે સિલેબસ વિનાની ખ્રિસ્તી સમુદાયની બાબત ભણાવાય છે. શાળામાં લાયકાત વિનાના શિક્ષકો છે. શિક્ષકે કહ્યું કે, ગેરરીતિ બાબતે અવાજ ઉઠાવ્યો તો મને પરેશાન કર્યો હતો. ટકાવારી અને ટ્યૂશન બાબતે પણ પૂર્વ શિક્ષકે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આ પણ વાંચો - અકસ્માત સર્જિને બે મહિલાઓને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવરની ધરપકડ; અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ
પૂર્વ શિક્ષકનો ગંભીર આરોપ, શાળામાં પહેલાથી જ ચાલે છે ગેરકાયદે પ્રવૃત્તિ!
અમદાવાદની (Ahmedabad) સેવન્થ ડે શાળા સામે સ્કૂલનાં જ પૂર્વ શિક્ષકે ગંભીર આક્ષેપ કર્યા છે. ફ્રાન્સિસ ટાયડે નામના શિક્ષકે શાળા પ્રશાસન સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, શાળામાં પહેલાથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે. જે પુસ્તક સિલેબસમાં નથી એ ખ્રિસ્તી સમુદાયની (Christian Community) બાબત વિદ્યાર્થીઓને ફરજિયાત ભણાવવામાં આવે છે. પૂર્વ શિક્ષકે આક્ષેપ કર્યો કે, શાળામાં લાયકાત વિનાના શિક્ષકો બાળકોને ભણાવે છે. શાળામાં ચાલતી ગેરરીતિ બાબતે જ્યારે અવાજ ઉઠાવ્યો તો મને પરેશાન કરવામાં આવ્યો હતો.
Ahmedabad Seventh Day School ના પૂર્વ શિક્ષકે લગાવ્યા ગંભીર આરોપ | Gujarat First
શાળામાં પહેલાથી જ ચાલે છે ગેરકાયદે પ્રવૃત્તિ: પૂર્વ શિક્ષક
"સિલેબસ વિનાની ખ્રિસ્તી સમુદાયની બાબત ભણાવાય છે"
શાળામાં લાયકાત વિનાના શિક્ષકો છે: પૂર્વ શિક્ષક
ગેરરીતી બાબતે અવાજ ઉઠાવ્યો તો પરેશાન… pic.twitter.com/cfWB8HEssj— Gujarat First (@GujaratFirst) August 27, 2025
આ પણ વાંચો - મોરબીમાં પરિવારોની માથાકૂટમાં નિર્મમ હત્યા : 22 વર્ષીય યુવકને ઉતાર્યો મોતને ઘાટ
ટકાવારી અને ટ્યૂશન બાબતે ચોંકાવનારો ખુલાસો
આ સાથે પૂર્વ શિક્ષકે ટકાવારી અને ટ્યૂશન બાબતે ખુલાસો કરતા કહ્યું કે, ટ્યુશન બાબતે સ્કૂલ પ્રશાસનની ટકાવારી ચાલે છે અને સેવન્થ ડે શાળાનાં (Seventh Day School) શિક્ષકો પાસે જ ટ્યુશન કરાવવામાં આવે છે. નિકોલ અને ખોખરાની સેવન્થ ડે સ્કૂલનાં શિક્ષકો પાસે જ ટ્યુશન કરાવવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે. પૂર્વ શિક્ષકે જણાવ્યું કે, સ્કૂલમાં ભણાવતા શિક્ષકો જ ખાનગી ટ્યૂશન ચલાવે છે. જણાવી દઈએ કે, મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો. હિંદુ સંગઠનો, સ્થાનિકો અને વાલીઓનાં રોષ બાદ સેવન્થ ડે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે શાળાને શૉ કોઝ નોટિસ ફટકારી હતી. રાજ્ય સરકારની NOC પરત કેમ ના લેવી, શાળાની માન્યતા રદ્દ કેમ ના કરવી? અંગે ખુલાસો મંગાયો હતો.
આ પણ વાંચો - Ganesh Chaturthi 2025 : ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં ગણપતિ બાપાનું ભવ્ય આગમન


