Ahmedabad : રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લાખો પડાવનાર ભેજાબાજ ઝડપાયો
- વધુ નફો મેળવવાની લાલચે છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે (Ahmedabad)
- વાડજમાં ડેનિસ મકવાણા નામનો આરોપી પકડાયો
- અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 24 લાખથી વધુ પડાવ્યાં
- 6 માસમાં 25% અને ડબલ રુપિયાની આપતો હતો લાલચ
અમદાવાદમાં (Ahmedabad) વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પોતાની કંપનીમાં રોકાણ કરાવી વધુ નફો આપાવવાની લાલચે પોતાનાં જ સગા-સંબંધી, મિત્રો અને પરિચિતો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનારા સામે ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી લોકો સાથે રોકાણનાં નામે છેતરપિંડી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે (Cyber Crime) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand : રૂપિયા લઈ દાખલો કઢાવી આપતી મહિલાનાં Video અંગે જિલ્લા કલેક્ટરની સ્પષ્ટતા
વાડજમાં વધુ નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનારો ઝડપાયો
અમદાવાદનાં (Ahmedabad) વાડજ પોલીસ મથકમાં (Vadaj Police Station) નોંધાયેલ ફરિયાદ અનુસાર, આરોપી ડેનિસ મકવાણા છેલ્લા દોઢ વર્ષથી રાણીપ વિસ્તારમાં આવેલી આર્વેદ પ્લાઝામાં પોતાની ફીનકેપ-24 નામની કંપનીની (Fincap-24) ઓફિસ ધરાવતો હતો. આરોપી ડેનિસ પોતાનાં સગા-સંબંધીઓ અને મિત્રોને વધુ નફો અને વળતરની લાલચ આપીને પોતાની કંપનીમાં રોકાણ કરાવતો હતો. જો કે, રોકાણ કર્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ ડેનિસે નફો કે મૂડી પરત ન કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી આરોપી ડેનિસ મકવાણાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
આ પણ વાંચો - જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા Gyan Prakash Swami પર લાલઘૂમ થયા ગિરિશ કોટેચા!
6 મહિનામાં 25%, 40 મહિનામાં રૂપિયા ડબલ કરી આપવાની આપી હતી લાલચ!
આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, ફીનકેપ-24 કંપનીનો (Fincap-24) પ્રોપરાઇટર ડેનિસ મકવાણા પોતાની કંપનીમાં રોકાણ કરવાનું કહીને સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા લેતો હતો. વોટ્સએપનાં માધ્યમથી તેની કંપનીમાં રોકાણ કરવા માટે લોકોને આકર્ષક સ્કીમો જેમ કે 6 મહિનામાં 25% અને 40 મહિનામાં રૂપિયા ડબલ કરી આપવા જેવી લાલચ આપતો હતો. આવી અલગ-અલગ 3 થી 4 જેટલી સ્કીમો પોસ્ટરનાં માધ્યમથી તેના મિત્રો અને પરિચિતોને મોકલતો હતો. શરૂઆતનાં 3 થી 4 મહિના સુધી લોકોને રોકેલા રૂપિયા પર નફો આપતો હતો પરંતુ, ત્યાર બાદમાં વળતર કે મૂડી આપવાનું બંધ કરી દીધું હતું. અત્યાર સુધીમાં આરોપીએ 3 થી 4 લોકો પાસેથી રૂ. 24 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે (Ahmedabad Police) વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Sabarkantha : બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,89,722 બાળકોનાં આરોગ્યની ચકાસણી